• ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ચીનથી દુનિયાના ખૂણે ખૂણે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે.
  • ભારતમાંપણ શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.
  • આ સાથે કોરોના વાયરસ વધારે ફેલાય નહીં એ માટે કોરોના અસગ્રસ્ત મુખ્ય શહેર વુહાનને બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે અન્ય દેશોમાં આવેલા હજારો લોકો વુહાનમાં ફસાયા છે.
  • ભારતના 300 લોકો ચીનના વુહાન શહેરમાં ફસાયા છે.
  • 300 લોકો પૈકી 100 વિદ્યાર્થીઓ ગુજરાતના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
  • વડોદરાના પરિવારની એક પુત્રી પણ વુહાન શહેરમાં ફસાઈ છે.
  • શ્રેયા જૈનના પિતાએ જાણકારી આપતા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે મદદની અપીલ પણ કરી છે.
  • વડોદરાની શ્રેયા ચીનના વુહાનમાં તબીબી અભ્યાસ કરવા માટે ગઈ છે. પરંતુ કોરોના વાયરસના કારણે ત્યાં ફસાઈ છે. પુત્રીને ખાવા-પીવાની તકલીફ પડી રહી હોવાની વાત પણ પરિવાર દ્વારા કરવામાં આવી છે.
  • શ્રેયા ની માતા નીધી બહેનના જણાવ્યા અનુસાર મારી પુત્રી શ્રેયા ચીનના વુહાન શહેરમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.
  • કોરોના વાયરસના કારણે આખું શહેર બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે તે અહીં આવી શકતી નથી જ્યારે અહીં કોઈ ત્યાં જઈ શકતું નથી.
  • શહેર બંધ હોવાના કારણે તેમની સ્થિતિ દયનિય બનતી જાય છે. તેમને હોસ્પિટલમાં પણ સર્જીકલ માસ્ક પહેરી રાખવું પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે જેટલા પણ બાળકો ત્યાં ફસાયા છે તેઓ બધા સકુશળ પરત આવી જાય.
  • શ્રેયાએ જણાવ્યું હતું કે, કોલજ તરફથી માત્ર માસ્ક આપવામાં આવ્યું છે. જ્યારે સરકાર તરફથી કોઈ જ મદદ આપવામાં આવી નથી. અહીં ખાવા પીવાની તકલીફ પડી રહી છે.
  • ચીનના વુહાન શહેરમાં જીવલેણ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.
  • કોરોના વાયરસના પગલે ચીનના વુહાન શહેરને બંધ કરવામાં આવ્યું.
  • જાહેર પરિવહનના તમામ સુવિધાઓ બંધ કરવામાં આવી છે. જેના પગલે ત્યાંનુ જનજીવન ઠપ થયું છે.
  • ચીની સરકાર આ વાયરસ સામે લડવા માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. સરકાર દ્વારા સેનાની પણ મદદ લેવાઈ રહી છે.
  • કોરોના વાયરસના કારણે અત્યાર સુધી માં 80 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે.
  • 2744 લોકો કોરોના વાયરસ સંક્રમિત છે જ્યારે 461 લોકોની હાલત અત્યંત ગંભીર છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024