ભાજપ સરકારનો મોટો નિર્ણય, આજથી જગન્નાથ મંદિરના ખુલશે ચારેય દ્વાર !
ઓડિશાની ભાજપ સરકારે તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લીધા છે. ગુરુવારે સવારે મળેલી બેઠકમાં, મુખ્યમંત્રીએ પુરીના શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવા અને 12મી સદીના આ મંદિરની તાત્કાલિક જરૂરિયાતો માટે ફંડ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે મંદિરના તમામ દરવાજા ખોલવા એ ભાજપના ચૂંટણી ઢંઢેરાના વચનોમાંનું એક હતું. બાકીના દરવાજા બંધ હોવાથી શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડી રહી હતી. હકીકતમાં, અગાઉની BJD સરકારે કોવિડ -19 રોગચાળા પછી મંદિરના ચારેય દરવાજા બંધ રાખ્યા હતા. ભક્તો માત્ર એક જ દ્વારથી પ્રવેશ કરી શકતા હતા. ઘણા સમયથી તમામ દરવાજા ખોલવાની માંગ ઉઠી હતી.