Madhya Pradesh

Madhya PradeshIndia

બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવા માટેના કાયદાના બિલને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલમાં કાયદાનો ભંગ કરનારાને 10 વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે.

કેબિનેટની મંજૂરી મળી ગયા બાદ હવે આ બિલને વિધાનસભામાં પસાર કરવા માટે રજુ કરવામાં આવશે. કોઇ પણ વ્યક્તિ બળજબરીથી, લલચાવી, લગ્ન માટે કે અન્ય કોઇ પણ એવા હેતુ માટે કોઇ વ્યક્તિનું ધર્માંતરણ કરાવશે તો તેને આ કાયદો લાગુ પડશે અને તેની સામેગુનો દાખલ કરાશે. આ કાયદાના ભંગથી થયેલા લગ્નને માન્ય નહીં રખાય.

આ પણ જુઓ : DRDOદ્વારા તૈયાર કરાયેલ કાર્બાઇન ગન એક મિનિટમાં કરશે 700 રાઉન્ડ ફાયર

જે લોકો ધર્માંતરણ કરવા માગતા હોય તેઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ 60 દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. કાયદાનો ભંગ કરનારાને 3 વર્ષથી 5 વર્ષની કેદ, 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. જ્યારે ધર્મ છુપાવી કરાતા લગ્નમાં 3 થી 10 વર્ષ અને 50 હજાર રૃપિયાનો દંડ થશે.  એસસી, એસટી અને સગીર વયનાના બળજબરી કે અન્ય કોઇ કારણસર થતા ધર્માંતરણના કેસમાં 2 થી 10 વર્ષ અને 50 હજાર રૃપિયાનાં દંડની જોગવાઇ કરાઇ છે.

આ બિલ અંગેની જાણકારી આપતા મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે રાજ્યમાં લગ્ન માટે કે બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવામાં આ કાયદો મહત્વપૂર્ણ અને અસરકારક સાબિત થશે. જે પણ લોકો કાયદાનો ભંગ કરશે તેની વિરુદ્ધ બિન જામીનપાત્ર ગુનો દાખલ કરવામાં આવશે.

(Madhya Pradesh)

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024