100 દિવસ ઉંઘવાની નોકરીમાં મળશે એક લાખ રૂપિયાનો પગાર.

  • કર્ણાટકની રાજધાની બેંગ્લુરુની એક સ્ટાર્ટઅપ કંપની વેકફિટએ ડ્રો થકી 1.7 લાખ એપ્લિકેશન્સમાંથી 21 ભારતીયો અને બે વિદેશીઓને ઊંઘવાની નોકરી માટે પસંદ કર્યા છે. પસંદ કરેલા લોકોને 100 દિવસ સુધી રાત્રે 9 કલાક ઉંઘવાનું રહેશે. આ માટે કંપની એક લાખ રૂપિયા આપશે. પસંદ કરેલા લોકો કંપનીના ગાદલા ઉપર ઉંઘશે. આ સાથે વે સ્લીપ ટ્રેકર અને વિશેષજ્ઞોની સાથે કાઉન્સિલિંગ સેશનમાં ભાગ પણ લેશે.
  • આ ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં શોર્ટલિસ્ટ થયેલા લોકોએ એક વીડિયો મોકલવાનો રહેશે. તેમને એવું જણાવવાનું રહેશે કે ઉંઘ કેટલી સારી લાગી. કંપની તરફથી આવેલા નિવેદનમાં કહેવા પ્રમાણે તમે બધા ઉંઘી જાઓ જેટલો સમય ઊંઘવું હોય એટલો સમય. તમે ફક્ત આરામ કરો બાકી બધું અમારા ઉપર છોડી દો.
  • હવે શું કરવાનું રહેશે આ લોકોનેઃ-
  • પસંદ કરવામાં આવેલા 23 લોકોને એક સ્લીપ ટ્રેકર આપવામાં આવશે. આ ઈન્ટર્નને કંપની દ્વારા આપવામાં આવેલા ગાદલામાં 100 દિવસ સુધી 9 કલાક સપ્તાહની સાત રાત ઘરે જ ઉંઘવાનું રહેશે. કંપનીનું કહેવું છે કે, 21 ભારતીયો મુંબઈ, બેંગલુરુ, નોઈડા, આગરા, ગુરુગ્રામ,દિલ્હી, ચેન્નાઈ, પૂણે, ભોપાલથી પસંદ કરવામાં આવ્યા છે. બીજી તરફ એક એક વ્યક્તિ અમેરિકા અને સ્લોવાકિયામાંથી પસંદ કરવામાં આવ્યા છે.
  • આ નોકરીની સૌથી સારી બાબત એ છે કે તમે તમારી જૂની પરમેનેન્ટ નોકરી છોડવી નહીં પડે. આ સાથે ઘરે રહીને પોતાનું રોજનું કામ કરી શકો છો.લિંક્ડઈન ઉપર સ્લિપિંગનો આ ડ્રીમ જોબ સૌથી વધારે સર્ચ કરવામાં આવી છે. 26 નવેમ્બર 2019ના દિવસે આ નોકરી માટે આવેદન મંગાવ્યા હતા. લાખો આવેદકોએ થકી મળેલા વીડિયોને જોઈને આ લોકોને પસંદ કરવામાં આવ્યા છે.
  • છેલ્લા રાઉન્ડમાં ચાર જજ, એક્ટર અને રાઈટર શિવશંકર સિંહ પરિહાર , એક્ટર નવીન કૌશિક , ટીવી એન્કર સીર્સ બ્રોચ(ટીવી એન્કર )અને કોમેડિયન મલ્લિકા દુઆએ આમને પસંદ કર્યા હતા.
  • વેકફિટ ઈનોવેશ પ્રાઈવેટ લિમિટેડે લોકોની ઊંઘની પેટર્ન ઉપર નજર રાખવા માટે સ્લીપ ઈન્ટર્નશિપની શરુઆત કરી છે. કંપનીની વેબસાઈટ ઉપર આપેલી જાણકારી અનુસાર આ ઈન્ટર્નશિપ માટે યુનિફોર્મ પણ છે. જ્નીમ ડ્રેસ કોર્ડ પાયજામો છે. વેકફિટના ડાયરેક્ટર અને સહ સંસ્થાપક ચૈતન્ય રામાલિંગગૌડાના જણાવ્યા પ્રમાણે સ્લીપ ઈન્ટર્નશિપ સ્વસ્થ્ય ઊંઘ ઉપર ધ્યાન પાછું લાવવા માટેનો એક પ્રયાશ છે. તેમણે કહ્યું કે, ઊંઘ આપણા જીવમાં કાર્ય સંતુલન બનાવી રાખવા માટે અભિન્ન અંગ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here