જાણો સવારે ખાલી પેટે લસણની કાચી કળી ખાવાના અનેક ફાયદાઓ.
બધી બીમારીઓને રોકવામાં કારગર છે. આની ગંધ તેજ અને સ્વાદ તીખો આવે છે. જો તમે કોલેસ્ટ્રોલ ની સમસ્યાથી પીડાતા હોવ તો લસણ ખાવું તમારા માટે સારું છે.
- જે વ્યક્તિના શરીરમાં ઘાટું લોહી હોય તેમણે રોજ સવારે ખાલી પેટે લસણની એક કાચી કળી ખાવી. આનાથી લોકો પાતળું બનશે. જો શરીરમાં ઘાટું લોહી હોય તો હાર્ડ અટેકની સમસ્યા થાય છે.

- ઘણા લોકોનું માનવું છે કે લસણ ખાવાથી હાઈપરટેન્શન ના લક્ષણોમાં આરામ મળે છે. આ ફક્ત બ્લડ સર્ક્યુલેશન ને જ નથી ઘટાડતું પણ હાર્ટ સબંધિત સામાન્યઓ પણ દુર કરે છે. આ લીવર, મૂત્રાશયને પણ ઠીક કરે છે.
- આ હ્રદય સુધી જનાર ઘમનીઓ માં જામેલ વસાને દુર કરે છે અને લોહીના અવળા પ્રવાહને દુર કરી હદય સુધી પહોચાડે છે. આનાથી હદય સુરક્ષિત કરે છે.
- આના સેવનથી ફેફસાના રોગો દુર થાય છે.
- નાની ઉંમરમાં સફેદ થતા વાળને રોકવા માટે સવારે લસણની ૪ થી ૫ કળીમાં મધ મેળવીને ખાવાથી આ સમસ્યા દુર થશે. જ્યાં સુધી આ સમસ્યા દુર ન થાય ત્યાર સુધી આ પ્રયોગ કરવો.
- જો દાંતમાં દુઃખાવો હોય તો સવારે ઉઠીને લસણના ટુકડાને ગેસ પર થોડો ગરમ કરી દુખતી જગ્યાએ રાખવાથી તમારો આખો દિવસ દુખાવા વગરનો સારો વીતશે.
- આ શરીરમાં રહેલ વિષેલા તત્વોને સાફ કરે છે. અને ખાલી પેટ ખાવાથી પેટના ઝેરીલા બેકટેરિયા દુર થાય છે.
- આ સમગ્ર રીતે એન્ટી બાયોટીક છે. તેથી તમને જે જગ્યાએ ફોલ્લી કે ગુમડાઓ થયા હોય અને તેમાં રસી ભરાયેલ હોય તો સવારમાં કાચા લસણની કળી વાટીને તેના પર લગાવી પટ્ટી બાંધવી. આમ કરવાથી ફોલ્લીમાંથી રસી નીકળી જશે.

- રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લસણ કરતા ઉત્તમ બીજુ કશું જ નથી. લસણમાં પોટેશિયમ, ફાઈબર, વિટામિન સી અને બી 6 જેવા પોષકતત્વો રહેલા હોય છે. આથી માંદા પડો ત્યારે દવાને બદલે લસણ ખાવાનું શરુ કરી દીધું. તાવ આવતો હોય કે શરદી થઈ હોય તો તેમાં લસણ ખૂબ જ અકસીર ઉપાય છે.
- નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટના અભ્યાસ મુજબ લસણમાં એવા ગુણ છે જે કેન્સર સામે રક્ષા આપે છે. જો કે આ ક્ષેત્રે હજુ વધુ સંશોધનની જરૂર છે. લસણ શરીરમાં કુદરતી એન્ટિ ઓક્સિડન્ટ ગુણો હોય છે જેને કારણે તે શરીરને ડેમેજ થતું અટકાવે છે.
- લસણ ડાયાબિટિસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક છે. તે શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ વધારે છે. આથી તે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે અને બ્લડ શુગરને નિયમિત બનાવે છે.
- લસણ આપણા શરીરને બીજા મિનરલ્સ શોષવામાં મદદ કરે છે, નપુંસકતાની તકલીફ દૂર કરે છે,
- ઈન્ફેક્શનમાં રાહત આપે છે, હાડકાના રોગોમાં રક્ષણ આપે છે અને લીવરની આસપાસ જામી ગયેલી ચરબી દૂર કરે છે. લસણ એ કુદરતી એન્ટિબાયોટિક છે.