17-18 August
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. ત્યારે આગામી બે દિવસ એટલ કે 17 મી અને 18 મી ઑગસ્ટે (17-18 August) રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ મૂશળધાર વરસી શકે છે.
તેમજ 17 ઓગસ્ટના રોજ વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.
- આ પણ વાંચો : Ganapati Special Train નું બુકિંગ 17 ઓગસ્ટથી થશે શરૂ
આ ઉપરાંત 18 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત,તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ,દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લામાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે.
- આ પણ વાંચો : MS Dhoni Retirement : ધોનીએ નિવૃત્તિની કરી જાહેરાત
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.