Minor
છોટા ઉદયપુરના નસવાડી તાલુકાના એક ગામની 17 વર્ષની કિશોરી (Minor) બે વર્ષથી એક યુવકના પ્રેમમાં હતી. તો કિશોરીએ એક દિવસ પ્રેમીના ઘરે પહોંચીને યુવક અને તેના પરિવારજનોને જણાવ્યું કે, તેણી યુવક સામે પરણવા માગે છે. અને જો લગ્ન નહીં કરે તો પોતે આત્મ હત્યા કરી લેશે તેવી ધમકી પણ આપી હતી.
આ ધમકી સાંભળતા યુવકના પરિવારજનોએ 181 અભિયમ હેલ્પ લાઇનમાં કોલ કરી મદદ માગી હતી કે, એક કિશોરી જબરજસ્તીથી અમારા ઘરમાં આવીને મારા દિકરા સાથે લગ્ન કરવા દબાણ કરે છે. જેથી મદદ કરવા અભિયમ છોટાઉદેપુરની રેસ્કયુવાન સાથે ઉર્મિલા રાઠવા (કો.ઓ.) તાત્કાલિક સ્થળ પર પહોંચી માહિતી મેળવી હતી.
- આ પણ વાંચો : આવતીકાલથી ગુજરાતની આ જગ્યાએ 12 દિવસનું Lock down થશે લાગુ
- Navratri માં આ રીતે મંજૂરી આપવા સરકારની વિચારણા…
યુવક- યુવતીના લગ્ન કરવાની ઉંમર ઓછી (Minor) જણાતા બંનેને સમજાવ્યા હતા કે આ લગ્નને કાયદાની સ્વીકૃતિ મળી શકે નહીં. જેથી લગ્ન કરી શકાય તેમ નથી. તેવી સમજ આપી લગ્ન મોકુફ કરાયા હતા.
તો આ સાથે જ યુવતીને તેના પિતાએ ઘરમાં રાખવા ના પાડી દીધી હતી કે સમાજમાં મારી ઇજ્જત જશે. જો કે, આ મામલો નસવાડી પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. પરંતુ અભયમની દરમિયાનગીરીથી યુવતીના માતા- પિતાને સમજાવી તેમની સાથે રાખવા સમંત કર્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.