પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના : માળીયા હાટીના કૈલાસ ગરબી ચોક વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે બાબુભાઇ હેમારાજભાઈ પરમાર ( મોચી ) ના સૌથી મોટો પુત્ર મિત નરેન્દ્રભાઈ પરમાર ઉ.વ. 19 તે દુકાનની છત પર પાણી ભરાયું તે જોવા ચડ્યો હતો. તે દરમિયાન દુકાન પાસે થી નીકળતા pgvclના વાયરો માંથી અકસ્માતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવાર અર્થે માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ.
માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતેના ફરજના અધિકારી એ આ બાળકને મૃત જાહેર કરેલ અને નવયુવાન નું પી.એમ માટે ડો ધારા હરખાણી એ કાર્યવાહી હાથ ધરી હતી. આ સમાચાર પરિવારમાં મળતા શોકનો માહોલ છવાયો હતો. આ બનાવ ની વિગત માળીયા હાટીના પોલીસ ને મળતા આગળની વધુ તપાસ માળીયા હાટીના PSI બી.કે.ચાવડા અને કમલેશભાઈ ડાંગર, દિલાવરસિંહ મોરી, વિજય બાબરીયા સહિત પોલીસ સ્ટાફે શરૂ કરી છે.
નવ યુવાનના મોતના સમાચાર મળતા પૂર્વ સરપંચ નટવરસિંહ સીસોદીયા, લોક સેવક જીવાભાઈ સીસોદીયા, પ્રતાપભાઈ ડી. સીસોદીયા , મહેશભાઈ ધકેલ સહિત મોચી સમાજના આગેવાનો અને મિતના મિત્ર મંડળ સરકારી હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા.