પાટણ : ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે બ્રહ્માણી માતાજીનો પલ્લી મહોત્સવ યોજાયો

- Advertisement -

This browser does not support the video element.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે આસો સુદ આઠમને બુધવાર શ્રી બ્રહ્માણી માતાજીની પલ્લી મહોત્સવ ઉજવાયો હતો જેમાં 21 જેટલા ફૂલોના ગરબા અને 52 જેટલી માનતાની પલ્લી ભરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત બહાર ગામ રહેતા લોકો ઉપસ્થિત રહ્યાં હતા

આ પલ્લી મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા વર્ષોની પરંપરાગત ચાલી આવતા પલ્લી મહોત્સવમાં
છોકરા અને ભાણીયાની માનતાની પલ્લી ભરવામાં આવતી હોય છે

આ વર્ષ માતાજીની 52 પલ્લી ભરવામાં આવી હતી તો 21 જેટલા માતાજીના ફુલોના ગરબા ભરાયા હતા
ગ્રામજનો દ્વારા ખુબ જ ધામધુમથી શ્રી બ્રહ્માણી માતાજીની પલ્લી મહોત્સવમાં જોડાયા હતા અને ધામ ધૂમથી આ મહોત્સવ ઉજવાયો હતો

જેમાં ભાટસર પાટીદાર યુવક મંડળ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.