રાજકોટ ભાજપની જીતથી મફતમાં CNG વિતરણ.
રાજકોટ ભાજપે લોકસભા બેઠક જીત્યાં પછી પેટ્રોલ પંપ એસોસિએશનનાં પ્રમુખ ગોપાલ ચુડાસમાએ સીએનજી રીક્ષામાં મફતમાં ગેસ આપવાનું શરૂ કર્યું છે. બપોરે 1 કલાકથી મફતમાં ગેસ આપવાનો શરૂ કર્યો છે. તેમણે ‘ક્લીન વિક્ટરી ગ્રીન વિક્ટરી’નું પણ સૂત્ર આપ્યું છે.
આજે એટલે 23મી એપ્રિલનાં રોજ ગુજરાતની 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થઇ ગઇ છે. રાજ્યમાં 26 સંસદીય મત વિસ્તાર તથા ઊંઝા, માણાવદર, ઘ્રાંગઘ્રા, જામનગર ગ્રામ્યની પેટાચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે ગત લોકસભાની 2014ની ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી નરેન્દ્ર મોદી જંગી મતોથી જીત્યા બાદ દેશનાં વડાપ્રધાન બન્યાં હતાં.
ભાજપે 26 બેઠકોમાંથી 33 ટકાને બદલે માત્ર 25 ટકા એટલે કે 6 મહિલાઓને ટિકિટ આપી છે. ભારતીબેન શિયાળ (ભાવનગર), પૂનમ માડમ(જામનગર), રંજનબેન ભટ્ટ(વડોદરા), દર્શના જરદોશ(સુરત), ગીતાબેન રાઠવા(છોટા ઉદેપુર),શારદાબેન પટેલ( મહેસાણા). બીજી બાજુ કોંગ્રેસે સમ ખાવા પુરતી માત્ર એક મહિલા ગીતા પટેલ(અમદાવાદ પૂર્વ)ને ટિકિટ આપી છે.