કઈ બેઠક પરથી કોનો વિજય

ગાંધીનગર બેઠક પરથી ભાજપના અમિત શાહે કોંગ્રેસના સી.જે.ચાવડા સામે વિજય

આણંદ બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો ભાજપના મિતેશ પટેલ સામે 1.45 લાખ મતે પરાજય

નવસારી બેઠક પરથી ભાજપના સી.આર.પાટીલની ધર્મેશ પટેલ સામે જીત

સુરત બેઠક પરથી ભાજપના દર્શના જરદોશનો કોંગ્રેસના અશોક અધેવાડા સામે વિજય

ભરૂચ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવાનો કોંગ્રેસના શેરખાન પઠાણ સામે વિજય

વલસાડ બેઠક પરથી ભાજપના કે.સી.પટેલનો કોંગ્રેસના જીતુ ચૌધરી સામે વિજય

રાજકોટ બેઠક પરથી ભાજપના મોહન કુંડારિયાનો કોંગ્રેસના લલિત કગથરા સામે વિજય

દીવ-દમણ બેઠક પરથી ભાજપના લાલુ પટેલની જીત

જામનગર બેઠક પરથી ભાજપના પૂનમ માડમનો કોંગ્રેસના મૂળુ કંડોરિયા સામે વિજય

વડોદરા બેઠક પરથી ભાજપના રંજનબહેન ભટ્ટનો કોંગ્રેસના પ્રશાંત પટેલ સામે વિજય

બનાસકાંઠા બેઠક પરથી ભાજપના મંત્રી પરબત પટેલની કોંગ્રેસના પરથી ભટોળ સામે જીત

પોરબંદર બેઠક પરથી ભાજપના રમેશ ધડુકનો કોંગ્રેસના લલિત વસોયા સામે વિજય

છોટા ઉદેપુર બેઠક પરથી ભાજપના ગીતા રાઠવાનો કોંગ્રેસના રણજીત રાઠવા સામે વિજય

અમદાવાદ(પશ્ચિમ) બેઠક પરથી ભાજપના ડૉ.કિરીટ સોલંકીનો કોંગ્રેસના રાજુ પરમાર સામે વિજય

ભાજપે તેના 26 સાંસદમાંથી 10ની ટિકિટ કાપી છે, જ્યારે 16ને રિપીટ કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે 8 વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે, જ્યારે ભાજપે મંત્રી પરબત પટેલ સહિત ચાર ધારાસભ્યોને ટિકિટ આપી છે.

ગુજરાતમાં ભાજપે 25 ટકા મહિલાને તો કોંગ્રેસે માત્ર એક મહિલાને ટિકિટ આપી

ભાજપે 26 બેઠકોમાંથી 33 ટકાને બદલે માત્ર 25 ટકા એટલે કે 6 મહિલાઓને ટિકિટ આપી છે. ભારતીબેન શિયાળ (ભાવનગર), પૂનમ માડમ(જામનગર), રંજનબેન ભટ્ટ(વડોદરા), દર્શના જરદોશ(સુરત), ગીતાબેન રાઠવા(છોટા ઉદેપુર),શારદાબેન પટેલ( મહેસાણા). બીજી બાજુ કોંગ્રેસે સમ ખાવા પુરતી માત્ર એક મહિલા ગીતા પટેલ(અમદાવાદ પૂર્વ)ને ટિકિટ આપી છે.