અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં રાત્રે ગેંગ વોરમાં થયેલા હુમલામાં સારવાર લેવા આવેલા યુવકની હોસ્પિટલમાં જ લોખંડ ની ખુરશીઓ અને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સરો હાજર હોવા છતા ગેંગના માણસોએ ખુલ્લેઆમ યુવક પર હુમલો કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રૂપિયા 50 લાખથી વધુના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં બાઉન્સરો/સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. છતા એકપણ સિક્યુરિટી ગાર્ડ કે બાઉન્સર યુવકની મદદે આવ્યો ન હતો.
સારવાર માટે આવેલા દર્દી પર આ રીતે હુમલો થાય છે ત્યારે હવે સારવાર માટે આવતા દર્દીઓની સુરક્ષાનું શું ??
હોસ્પિટલ માં હાજર સામાન્ય લોકોએ હત્યારાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સિક્યુરિટી ગાર્ડ ક્યાંય જોવા મળ્યા ન હતા. એક તરફ જ્યારે દર્દીઓના સગા અને ડોક્ટરો વચ્ચે સારવારને લઇ ઘર્ષણ સર્જાય છે. જેના પગલે સુરક્ષા માટે લાખો રૂપિયાના ટેંડરો બહાર પાડી અને સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ એલજી હોસ્પિટલમાં આપવામાં આવ્યો છે.
હોસ્પિટલમાં ખુલ્લેઆમ ખેલાયેલા ખુની ખેલમાં એકપણ સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સર આ ઘટનાને રોકી શક્યો ન હતો. જેથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સુરક્ષા સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.
આ હોસ્પિટલમાં દરરોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. હોસ્પિટલમાં ડોક્ટરોની સુરક્ષા માટે ટેંડર બહાર પાડી અને 50 લાખથી વધુની રકમનો સિક્યુરિટીનો કોંટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
બાઉન્સરો અને સિક્યુરિટી હોવા છતા પર હત્યાની ઘટના બનતા હોસ્પિટલની સિક્યુરિટી શા માટે યુવકને ન બચાવી શકે તેના પર સવાલો ઉભા થયા છે. હોસ્પિટલમાં બનેલી આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના સત્તાધિશો સિક્યુરિટીના કોન્ટ્રાક્ટર સામે તેમજ જવાબદાર સિક્યુરિટી ગાર્ડ સામે પગલા લેશે કે કેમ તેના પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ ઘટના મામલે ડેપ્યુટી કમિશનર કુલદિપ આર્યાએ જણાવ્યું કે, મ્યુનિશિપલ કોર્પોરેશન સંચાલીત હોસ્પિટલમાં સિક્યુરિટી અંગે મ્યુનિશિપલ સેન્ટ્રલ ઓફિસથી સંચાલન થાય છે. એલજી હોસ્પિટલમાં કેટલા સિક્યુરિટી ગાર્ડ અને કોને કોન્ટ્રાક્ટ અપાયો છે તે અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ વધુ માહિતી આપી શકશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.