ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતે અમદાવાદ ઓઢવમાં રહેતા એક પરિવારને હડાદ પાસે મચકોડા ગામ પાસે અકસ્માત થતાં બે વ્યક્તિઓના મોત થયા હતા અને પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં વધુ સારવારઅર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી અનુસાર અંબાજીથી અંબા માં ના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદના પરિવારને લઈને આવતી વેગેનાર કાર રોડના ડીવાઈડર સાથે અથડાતાં કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર બે મહિલાઓ જેમાં એક આઠ વર્ષની બાળકી હતી તથા એક વૃધ્ધ મહિલાનું કરુણ મોત થવા પામ્યું હતું. જ્યારે પાંચ વ્યક્તિઓને વધુ ઈજાઓ થતાં તેઓને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. બે મૃતક વ્યક્તિઓને પી.એમ. અર્થે દાંતા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.