- સિવિલ હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ વૃદ્ધ દર્દી 17 દિવસ વેન્ટિલેટર પર જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા હતા. જે 21 દિવસ પછી કોરોના ને મ્હાત આપી ઘરે પરત થયા છે.
- હોસ્પિટલની ટીમની યોગ્ય સારવાર હેઠળ મોતના મુખમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
- 65 વર્ષીય ધર્મરાજ રામદેવ પાટીલ ગોડાદરા વિસ્તારમાં આવેલા આસપાસનગરમાં રહેતા હતા.
- 7 મે ના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 108માં સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
- ધર્મરાજને ત્રણ દિવસથી તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.
- તબીબોએ તેમને સ્મીમેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક શ્વાસનળીમાં નળી નાંખેલી હાલતમાં કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાં તેમની તાપસ બાદ તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખ્યા હતા.
- આઈસીયુમાં 17 દિવસ રહ્યા બાદ મોતના મુખમાંથી બહાર આવ્યા હતા. જેથી તેમને સામાન્ય વોર્ડમાં ખસેડાયા હતા.
- 3-4 દિવસ સામાન્ય વોર્ડમાં સારવાર હેઠળ રાખ્યા બાદ રજા આપવામાં આવી હતી.
- ધર્મરાજ પાટીલે આભાર માનતા કહ્યું હતું કે, બે અઠવાડિયાથી વધુ વેન્ટિલેટર પર રહ્યો હતો. આ સંજોગોમાં તબીબો અને હોસ્પિટલના સ્ટાફે તેમની સારી સારવાર કરી એટલે જ આજે તેઓ બચી શક્યા છે. મને મોતના મુખમાંથી ડોક્ટરોએ ભગવાન બનીને બચાવ્યો છે. ડોક્ટર મારા માટે ભગવાનથી ઓછા નથી. હું ખૂબ ખુશ છું કે હું જીવી ગયો અને હું બીજા દર્દીઓને પણ કહીશ કે અહીં ક્ટેલા સારા ડોક્ટરો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News