આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઇને આવ્યા છીએ જેનાથી તમે સહેલાઇથી તમારા રસોડાના કામ કરી શકો છો.

  • ઘરે બનાવેલ માખણમાંથી ઘી બનાવ્યા પછી પાછળ વધેલા મિશ્રણને ફેંકી ન દેતાં એને ઠંડા પાણીમાં થોડીક વાર રહેવા દઈ પાંચથી છ કલાક ફ્રીઝમાં મૂકી રાખો. પાણી ઉપર અને વાસણમાં આજુબાજુ ઘી જામી જશે. જે તમે અલગ તારવી શકો છો. પૂરી, પરોઠાં કે અન્ય લોટ બાંધવામાં એનો ઉપયોગ કરી શકો છો.
  • એકદમ દહીંની જરૂરિયાત ઊભી થાય ત્યારે નવશેકા દૂધમાં મેળવણ નાખી એમાં એક લાલ મરચું મૂકી દો. દહીં બે કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે.
  • ખૂબ વધુ પ્રમાણમાં ટામેટાંનો સંગ્રહ કરવો હોય, તો સૌ પ્રથમ એનો રસ કરીને એને આઇસ ટ્રેમાં ભરી ફ્રીઝમાં મૂકી દો. જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિક બેગમાં ભરી ફ્રીઝમાં રાખી મૂકો. ગ્રેવી, સોસ અને સૂપ બનાવવામાં આનો ઉપયોગ કરો.
  • પુલાવ બનાવતી વખતે ચોખા અડધા ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ એમાં નાખી દો. પુલાવનો એક-એક દાણો છૂટો પડશે અને સુગંધ પણ સરસ આવશે.
  • પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ દળાવતી વખતે તેમા 1:5ના પ્રમાણમાં સોયાબીનના દાણા ઉમેરો.
  • બહારગામ જતી વખતે ફ્રીઝ બંધ કરતા પહેલાં તેમાં છાપાંના (ન્યૂઝપેપર) ટુકડાના મોટા મોટા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકવા અને તેના પર ટેલ્કમ પાઉડર છાંટવો, તેથી ફ્રીઝમાં વાસ આવશે નહીં અને જીવાત પણ થશે નહીં.
  • રોટલી શેક્યા બાદ તવી પર લીંબુની છાલ ઘસશો તો તવી એકદમ ચોખ્ખી બની જશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024