‘વાયુ’ વાવાઝોડું સરકાર સતર્ક: પોરબંદરના 74 ગામના 35000 લોકોનું સ્થળાંતર.
રાજ્યના દરિયાકાંઠેથી પસાર થઇ રહેલા વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે, જેને ધ્યાને રાખી પોરબંદરમાં સંભવિત વાયુ વાવાઝોડાને લઇ 74 ગામના લોકોનું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ તમામ ગામમાંથી અંદાજે 35000 લોકોનું સ્થળાંતર કરી સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવશે.
વાવાઝોડાને લઇને સરકાર સતર્ક
‘વાયુ’ વાવાઝોડાને લઇને ઇસરો અને હવામાન વિભાગ સતત સંપર્કમાં છે. ઉપરાંત કેન્દ્ર અને સ્ટેટની NDRF અને SDRFની ટીમો ઉપરાંત લશ્કરી દળ, હવાઈ દળને સતર્ક રહેવા જણાવી દેવાયું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં બચાવ-રાહતકાર્ય માટે વિશે મોકડ્રિલનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. બચાવ-રાહત સાધનોની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંહે દરિયાકાંઠાના વિસ્તારમાં જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરી વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ જિલ્લા તંત્રે કરેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે વાયુ વાવાઝોડાને ધ્યાને રાખી પોરબંદર જિલ્લા ક્લેક્ટરે પત્રકારો વાતચીત કરી હતી, જેમાં તેઓએ વાવાઝોડાને પહોંચી વળવા માટે તૈયારીઓ અંગે માહિતી આપી હતી. ક્લેક્ટરે જણાવ્યું કે પોરબંદર જિલ્લામાંથી 74 ગામના 35000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે, તમામ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવશે.
ક્લેક્ટરે વધુમાં જણાવ્યું કે NDRFની 3 ટીમોની મદદ લેવામાં આવશે, સાવચેતીના ભાગરૂપે પોરબંદરની ચોપાટી પર પ્રવેશબંધી કરવાની વિચારણા ચાલી રહી છે. આ સિવાય જિલ્લાની તમામ શાળા-કોલેજમાં ત્રણ દિવસની રજા રહેશે તથા 12થી 14 તારીખ સુધી રજા રહેશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.