ખેડા જિલ્લામાં ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. ઘટના ખેડા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર-8 પર ખોડિયાર ચોકડી નજીક બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઇકો કારે ટ્રકને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હતો.

મોતને ભેટેલા તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી ઈકો કારમાં સવાર થઈને ખંભાત જતા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા તમામ લોકો આણંદ જિલ્લાના ખંભાતના રહેવાસી છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં સેવંતીલાલ પટેલ (ઉ.વ. 65), તેમના પત્ની અંજનાબેન (ઉ.વ. 60) અને પુત્ર હિમાંશુ પટેલ (ઉ.વ. 40)નું મોત થયું છે. તમામ લોકો દુબઈથી પરત પોતાના વતન જઈ રહ્યા હતા.

તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી ઈકો કારમાં સવાર થઈને પોતના ઘરે ખંભાત જતા હતા.

અકસ્માતમાં પટેલ પરિવારની એક  પુત્રવધૂ તેની દીકરી અને કારના ડ્રાઇવરનો બચાવ થયો છે.

અકસ્માત એટલો ગંભીર હતો કે જીજે23એએન 5576 નંબરની ઇકો કારનો બુકડો બોલી ગયો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.