સિક્યોરિટી સોલ્યૂશન કંપની ESET એ ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ 180 જેટલી ફેઇક એપ્લિકેશન્સનું લિસ્ટ જાહેર કર્યું છે.
બેન્કિંગ સેવાના નામે ગૂગલ પ્લે સ્ટોર પર છે ઘણી FAKE એપ્સ
સિક્યોરિટી સોલ્યૂશન કંપની ESET એ ભારતમાં ગૂગલ ;પ્લે સ્ટોર પર અવેલેબલ 180 જેટલી ફેઇક એપ્લિકેશન્સનું લિસ્ટ જાહેર કર્યું છે. સિમેન્ટેક, ઇસેટ અને ચેક પોઇન્ટ સહિતની કંપનીઓના દાવા અનુસાર, ફેઇક એપ્લિકેશન્સમાં મોટા પ્રમાણમાં નકલી બેન્કિંગ એપ્સ, યુટિલિટી, ગેમિંગ, એજ્યુકેશન એપ્સ, ક્રિપ્ટોકરન્સી, સ્પીડ બૂસ્ટર એપ્સ અને સિક્યોરિટી એપ્સની સંખ્યા સૌથી વધુ છે. અહીં અમે 180 એપ્સ પૈકીની સૌથી વધુ ડાઉનલોડ થયેલી 11એપ્સના નામ શેર કરી રહ્યા છે. જો તમારા ફોનમાં આ પૈકીની કોઇ પણ એપ છે તો તેને તરત જ ડિલીટ કરી દો.
Virus ઇન્ફેક્ટેડ જાણીતી એપ્સનું લિસ્ટ
(1) RBL Extraa – Increase credit card limit – in 3 step
(2) Icici Bank-Increase Credit Card Limit
(3) HDFC ICCL – Increase credit cars limit (easy 2 step)
(4) Speed Booster – Memory Cleaner & CPU Task Manager
(5) Clean Droid – 1 Tap Clear Cache & Phone Cleaner
(6) Battery Saver – Bataria Energy Saver
(7) AppLock Privacy Protector
(8) Cut Ringtones 2018
(9) Reccoder-Call
(10) Qrcode Scanner
(11) QRCodeBar Scanner APK
કેટલીક એપ્સ બેન્કના નામ સાથે મળતું નામ અને ફોટો પણ ધરાવતી હોય છે. જ્યારે તમે કોઇ પોપ્યુલર એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારે ખાસ કરીને એપ ડાઉનલોડ થવાની સંખ્યા ચેક કરવી. સામાન્ય રીતે પોપ્યુલર એપ્સને લાખો લોકોએ ડાઉનલોડ કરી હોય છે.