Patan News : ચાણસ્મા તાલુકાના કંબોઈ નજીક આવેલી રામગઢ કેનાલમાં વધુ એક લાશ ગતરોજ 5:00 વાગ્યાના સુમારે એક ચોવીસ વર્ષીય યુવાનની મળી આવી હતી. જે લાશને ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી લાશનું પીએમ કરી વાલી વારસોને સોંપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ હારીજ તાલુકાના અરીઠા ગામે રહેતા કિરણકુમાર રાજુભાઈ જોશી ઉંમર વર્ષ 24 ને રહે હરીઠા વાળો તાલુકો હારીજ જિલ્લો પાટણ ગતરોજ આઠમના દિવસે ગામના જ ઠાકોર સમાજના યુવાનો સાથે બોલાચાલી થતા તે દિવસથી કિરણ જોશી ગુમ થઈ જવા પામ્યો હતો. જેની પરિવારજનો દ્વારા હારીજ પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાઈ હતી.
ત્યારે ગતરોજ 5:00 વાગ્યાના સુમારે ચાણસ્મા તાલુકાના કંબોઈ નજીક આવેલ રામગઢ કેનાલ પાસેથી યુવાનની લાશ મળી આવતા જેની જાણ વાલી વારસોને કરી હતી.
મૃતકના કાકા બાબુભાઈ જણાવ્યું હતું કે, અમારો ભત્રીજો કિરણ આઠમના દિવસે કોઈ ઠાકોર ના છોકરા મારામારી કરી ધમકી આપી અપહરણની ધાક ધમકીના કારણે ઘરેથી ભાગી ગયો. જેની જાણ અમને થતા અમે તપાસ શરૂ કરી હતી પરંતુ મળી આવ્યો ન હતો. એના બાબતની હારીજ પોલીસ સ્ટેશનમાં અરજી લખાયેલી જે લોકોએ મારામારી કરી હતી તે ત્રણ લોકો વિરોધ કરેલી છે. સાંજે સાડા પાંચ છ વાગે નર્મદા પાસેથી લાશ મળી આવી હતી.
પોલીસ અધિકારી ડાભી એ જણાવ્યું હતું કે, પેનલ ડોક્ટરથી પીએમ કરાવવામાં આવ્યું છે લાશ ફોગાઈ ગયેલી હોવાથી લાશ ઉપર કોઈ નિશાન જાણી શકાતા નથી. હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પીએમ રિપોર્ટ આવ્યા પછી તેના આધારે વધુ તપાસ ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું.