- 24મી ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન હશે.24 મીએ બપોરે 4 વાગ્યે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન બાદ અમેરિકન પ્રમુખ માટે ‘કેમ છો, ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેડિયમમાં ઉપસ્થિત 1 લાખથી પણ વધુ લોકોને સંબોધન કરશે.
- આ પણ વાંચો
- Bhumi Pednekar delivers the ball across the boundary – watch video
- Rakhi Sawant flies China to kill ‘Coronavirus’
- Delhi Elections 2020: Battle for Capital begins; Voting Underway
- Delhi: Scuffle breaks out between AAP and Congress workers
- 80 Indian students still in coronavirus-hit Wuhan: Jaishankar
- Ruckus in Parliament today designed to prevent me from questioning govt: Rahul Gandhi
- Bigg Boss 13: Abhimanyu Dassani to meet Salman Khan
- નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ‘હાઉડી મોદી’ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં અમેરિકામાં રહેતા ભારતીયોને પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાઉડી મોદીની તર્જ પર જ “કેમ છો ટ્રમ્પ” કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. પીએમ મોદીના કાર્યક્રમમાં 40-50 હજાર ભારતીય હાજર રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આથી પીએમ મોદી મોટેરાના કાર્યક્રમમાં બમણી સંખ્યા ઉપસ્થિત રહે તેવું ઈચ્છી રહ્યા છે.
- મોટેરા સ્ટેડિયમ ખાતે બે કલાક ચાલનારા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવશે. સ્ટેડિયમ ખાતે પીએમ મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર લોકોને સંબોધન કરશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News