- 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા.ગત વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 CRPF જવાનોની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકનો લેશપુરા કેમ્પમાં શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્મારકમાં એ શહીદ જવાનોના નામની સાથે તેમની તસવીરો પણ હશે. સાથોસાથ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ નું ધ્યેય વાક્ય ‘સેવા અને નિષ્ઠા’ પણ હશે.હસને જણાવ્યું કે, નિશ્ચિત રીતે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને અમને તેનાથી શીખ લીધી છે. અમે પોતાની આવ-જાવ દરમિયાન હંમેશા સતર્ક રહેતા હતા, પરંતુ હવે સતર્કતા વધારી દેવામાં આવી છે. તેઓએ કહ્યું કે 40 જવાનોના સર્વોચ્ચ બલિદાનથી દેશના દુશ્મનોને ખતમ કરવાના અમારો સંકલ્પ વધુ મજબૂત થયો છે. તેઓએ કહ્યું કે, અમે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર દરમિયાન વધારાના જોશથી લડીએ છીએ અને આ જ કારણ છે કે પોતાના જવાનો પર હુમલાના તરત બાદ અમે જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરોને ખતમ કરવામાં સફળ રહ્યા.
- જવાનોને લઈ જનારા વાહનોને બુલેટપ્રૂફ બનાવવાની પ્રક્રિયાને તેજ કરવામાં આવી છે અને રસ્તાઓ પર બન્કર જેવા વાહનો જોવા મળી રહ્યા છે. આ સ્મારક તે સ્થળની પાસે સીઆરપીએફ કેમ્પની અંદર બનાવવામાં આવ્યું છે જ્યાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અદીલ અહમદ ડારે વિસ્ફોટકો ભરેલી કાર સુરક્ષા દળોના કાફલા સાથે ટકરાવી દીધી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News