- સરકારી નોકરીઓમાં અનામતને લઇ આંદોલનનો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાત કૉંગ્રેસે સરકારી નોકરીઓમાં ખોટા દસ્તાવેજોથી નોકરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યા છે. છેલ્લા વર્ષોમાં થયેલી મોરબી, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, રાજકોટ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વર્ગ ત્રણની ભરતી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, કૃષિ યુનિવર્સિટી ભરતી તેમજ પશુ નિરીક્ષકની ભરતીમાં અનેક ઉમેદવારોએ ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા હતા, જેમના પ્રમાણપત્રોની યોગ્ય ચકાસણી કર્યા વગર જ તેમની નોકરી આપી દેવામાં આવી હતી. બાદમાં આરટીઆઈમાં ખુલાસો થયો હતો કે ઉમેદવારોએ જે પ્રમાણપત્રો રજૂ કર્યા છે તે માન્ય યુનિવર્સિટીના ન હોવાનું સામે આવ્યું હતું.
- કૉંગ્રેસ ના પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતુ કે, “સરકારી નોકરીઓમાં ખોટા દસ્તાવેજોથી નોકરીના કૌભાંડ થયું છે. ખોટા પ્રમાણપત્રો સાથે એક અંદાજ મુજબ 10 હાજર લોકોએ નોકરી મેળવી છે. પશુધન વર્ગ-3, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષામાં ખોટા પ્રમાણપત્રોથી નોકરીઓ મેળવાઈ છે. અમાન્ય ડિગ્રીઓનો વેપલો કરનારને સરકાર છાવરી રહી છે. સરકાર પાસે ખોટા પ્રમાણપત્રો અને માર્કશીટની સંપૂર્ણ માહિતી છે. સરકારમાં બેઠેલા લોકો જ આ કૌભાંડને થવા દે છે. ખોટા પ્રમાણપત્રોથી 10,000 લોકોએ નોકરી મેળવી છે. આ રાજ્યવ્યાપી કૌભાંડમાં કમલમથી દોરી સંચાર થયો છે. એક ભરતીમાં 40 હજારથી 1 લાખનો લેવામાં આવ્યા છે.”
- ગંભીર આરોપ એ છે કે સરકાર ખોટા પ્રમાણપત્રોથી મેળવાઈ રહેલ નોકરીના કૌભાંડથી વાકેફ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં વિવિધ ભરતીઓમાં ખોટા દસ્તાવેજો થકી કુલ 10 હજાર લોકોએ સરકારી નોકરી મેળવી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News