- દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકીએ ઑટો એક્સ્પો 2020 માં તેની લોકપ્રિય હેચબેક કાર સ્વિફ્ટનું હાઇબ્રીડ મૉડલ રજૂ કર્યુ હતું. Swift Hybridમાં સુઝૂકીની હાઇબ્રિડ ટેકનોલોજી મળશે. આ ટેક્નોલોજીની મદદથી નવી સ્વીફ્ટ ઓછું ઉત્સર્જ ઉત્પન્ન કરશે અને વધુ માઇલેજ પણ આપશે. કારની મજબૂત હાઇબ્રિડ સિસ્ટમ ગ્રાહકોને વધુ સારું પરફોર્મન્સ અને પાવર આપશે.
- ચાલો જાણીએ આ કારની વિશેષતાઓ અને કિંમત વિશે:
- સ્વીફ્ટ હાઇબ્રિડ એ અદ્યતન Li-ion બેટરી તકનીક સાથેની સમાંતર હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે. હાઇબ્રિડ ટેકનોલોજી કારને વધુ શક્તિશાળી અને કાર્યક્ષમતા પ્રદાન કરવા માટે આદર્શ સ્ટોપ & સ્ટાર્ટ ટોર્ક સહાય જેવા ઘણા ફંક્શન્સ આપે છે. Suzuki Swift Strong Hybrid હાલમાં જાપાનના બજારમાં ઉપલબ્ધ છે. જાપાનના રસ્તાઓ પર દોડતી, સ્વીફ્ટ લિટર દીઠ 32 કિલોમીટરની એવરેજ આપે છે.
- મારુતિએ આ ટેકનિક વિશે જણાવ્યું છે કે વાહનોમાં સ્ટ્રોંગ હાઇબ્રીડ ટેકનોલોજીની મદદથી અમે ઉત્સર્જન ઘટાડવાની અને ફ્યૂલની કાર્યક્ષમતા વધારવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. મિશન ગ્રીન મિલિયન અંતર્ગત, અમે સસ્તી હાઇબ્રિડ ટેકનિક પ્રદાન કરીશું અને ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરીશું. અમે મેક ઈન ઈન્ડિયાના અભિયાન અંતર્ગત ભારતીય ગ્રાહકોને પોષાય તેવા ભાવે એડાવાન્સ પાવરટ્રેન ટેકનોલોજી પ્રદાન કરવા માટે કટીબદ્ધ છીએ.
- મારુતિએ થોડા સમય પહેલાં જ પોતાનું બી એસ-6 મૉડેલ પણ લોન્ચ કર્યું હતું. જો તમે સ્વિફ્ટના જૂના પરંતુ શક્તિશાળી એન્જિનને ચકાશશો તો તેના નવા સંસ્કરણના આઉટપુટમાં અને જૂના એંજિનમાં કોઈ ફેરફાર નથી તેવું જણાશે. તેમ છતાં નવા એમિશન્સના ધોરણોને કારણે એની માઇલેજ ચોક્કસપણે થોડી ઘટી છે.
- નવા બીએસ-6 ધોરણોને પૂરા કરનારી સ્વીફ્ટની કિંમતમાં પણ અગાઉ વધારો થયો છે. આ કારના બેઝ મૉડલની કિંમતમાં રૂ. 15,000 હજાર રૂપિયા વધારો થયો છે. કારમાં સેફ્ટિ સુવિધાઓ પણ અપડેટ કરવામાં આવી છે. સ્વીફ્ટમાં હવે સહ-ડ્રાઇવર સીટબેલ્ટ રીમાઇન્ડર આપવામાં આવ્યું છે. સ્પીડ એલર્ટ સિસ્ટમ અને રેર પાર્કિંગ સેન્સર જેવી સલામતીની સુવિધાઓ પણ આપાવામાં આવી છે. આ સાથે કારમાં બે એરબેગ્સ પણ મળે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News