- જેને આપણે પ્રેમ કહીએ છીએ તે તમારા મગજમાં અનેક પ્રકારના રસાયણને રીલિઝ કરે છે.પ્રેમમાં પડવાની ઈચ્છાતો બધાને હોય છે. એક ઉંમરે દરેક વ્યક્તિને પ્રેમની તે પળ અનુભવવી ખૂબ જ ગમે છે. પ્રેમને હંમેશા જીવનની ખુશીઓ સાથે જોડીને દેખવામાં આવે છે. પણ કેટલીક શોધમાં પ્રેમમાં પડવાથી તમારું શરીર કેવી પ્રતિક્રિયા આપે છે તે પર સંશોધન કરવામાં આવ્યું છે. જે મુજબ પ્રેમને દારૂ, સિગરેડ જેવા જ કોઇ અન્ય નશા સાથે જોડવામાં આવ્યો છે.
- જેને આપણે પ્રેમ કહીએ છીએ તે તમારા મગજમાં અનેક પ્રકારના રસાયણને રીલિઝ કરે છે. આ રસાયણ ડોપામાઇન, ઓક્સટોસિન, એડ્રનલિન અને વૈસોપ્રોસિન મૂળરૂપે હોય છે. જે આપણા મૂડને સારું કે ખરાબ કરવા માટે જવાબદાર હોય છે. આ રસાયણની રિલીઝ થવાથી આપણને પ્રેમનો નશો થવા લાગે છે.પ્રેમના આ નશાને વૈજ્ઞાનિકો પણ માને છે. અમેરિકાના ન્યૂજર્સી સ્થિત રટગર્સ યુનિવર્સિટીના એક અધ્યનમાં કહેવામાં આવ્યું છે કે “પ્રેમ એક નશા જેવું છે” જે તમારા મગજના તે ભાગોને સંપૂર્ણપણે નિયંત્રિત કરે છે જેનાથી તમે નિર્ણય લો છો.આજ કારણ છે કે પ્રેમમાં તમે પોતાની જાતને ભૂલાવી પ્રેમિકાના વિચારોમાં ખોવાયેલા રહો છો. આજ કારણ છે કે તમને ભૂખ, તરસ નથી લાગતી. આ જ કારણ છે કે આપણને પ્રેમમાં પડ્યા પછી હળવાશ અનુભવાય છે. આમ પ્રેમ તમને અન્ય કોઇ નશાની જેમ પોતાના કાબુમાં લઇ લે છે. જેના કારણ જે કહેવાય છે કે પ્રેમ એક નશો છો. જેની લત છોડવી ખૂબ જ મુશ્કેલ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News