- ગુરૂવાર એટલે કે આજે બાવળા ખાતે મદદનીશ નિયામક, રોજગાર કચેરી તરફથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આઠ જેટલી કંપની તરફથી 1045 જેટલી ખાલી જગ્યા માટે ઇન્ટરવ્યુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પસંદગી પામનારા ઉમેદવારોને શરૂઆતમાં વાર્ષિક રૂ. 96,000થી એક લાખ 8 હજાર સુધીનાં પગારની નોકરી ઓફર કરવામાં આવશે.
- આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, બીએ, બીએસસી, બીકોમ ગ્રેજ્યુએટ યુવાનો ઉપરાંત આઈટીઆઈની લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. આ નિ:શુલ્ક રોજગાર મેળામાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓનાં 18થી 35 વર્ષની વયજૂથના યુવાનો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
- આ ઉપરાંત રોજગાર ભરતી મેળા અન્વયે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ કંપની તરફથી એપ્રેન્ટિસ ભરતી મેળા અન્વયે 200 જેટલા યુવાનોને પ્રતિમાસ 10 હજારનો પગાર મળશે. એપ્રેન્ટિસની જોબ પૂર્ણ થયા બાદ રેગ્યુલર જોબ ઉમેદવારોને ઓફર કરવામાં આવશે. ભરતી મેળામાં આવનાર ઉમેદવારોનું પહેલા કંપનીનાં અધિકારીઓ ઇન્ટર્વ્યુ લેશે જેના આધારે પસંદગી કરવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News