• સર્વ શિક્ષા અભિયાન, શાળા પ્રવેશ મહોત્સવ જેવા અનેક અભિયાનો ચલાવી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણનો વ્યાપ વધારવા સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે.
  • જોકે તેમ છતાં પણ હજુ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાંક બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. સરકારના આ અભિયાનમાં સહયોગી થવા કેટલીક સામાજિક સંસ્થાઓ આગળ આવી પોતાની રીતે શિક્ષણની જ્યોત જલાવી રહી છે.
  • વાપીમાં મહિલાઓનું મુસ્કાન ગ્રૂપ વાપી અને આસપાસના વિસ્તારમાં ભિક્ષુક વૃત્તિ કરતા બાળકો અને શ્રમજીવી પરિવારના બાળકોને શિક્ષિત કરવા એક અનોખુ અભિયાન ચલાવી રહ્યું છે. મિશન ફૂટપાથ નામની વાપીની મુસ્કાન સંસ્થા ફૂટપાથ, પુલ નીચે કે ઝૂંપડપટ્ટીઓમાં અનોખી પાઠશાળા ચલાવી શિક્ષણની જ્યોત જલાવી રહી છે.
  • શ્રમજીવી પરિવારોના બાળકો અને ભિક્ષુકોના બાળકો શિક્ષણથી વંચિત રહે છે.ત્યારે આવા બાળકોની મદદ માટે વાપીની મહિલાઓના મુસ્કાન ગ્રૂપે એક અનોખી પહેલ કરી છે.
  • શિક્ષણથી વંચિત રહેતા બાળકો અને પરિવારજનોને શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને ભણાવવા માટે સમજાવ્યા હતા. આ પછી થોડા સાધનોથી ફૂટપાથ પર કે ઝૂંપડપટ્ટીઓમાં કે જ્યાં આવા પરિવારોનો પડાવ હોય એ જગ્યાએ તેમના ઘરની નજીક જ અનોખી ફૂટપાથ પાઠ શાળાઓ શરૂ કરી હતી. રોજ સવારે મુસ્કાન ગ્રૂપની આ મહિલાઓ ફૂટપાથો પર પાઠશાળા ચલાવી સાચા અર્થમાં શિક્ષણની જ્યોત જલાવી રહી છે.
  • વાપીના રેલવે સ્ટેશન આસપાસ ઝૂંપડપટ્ટીમાં અને શહેરના અનેક વિસ્તારોમાં ફૂટપાથો પર આવા ભિક્ષુકવૃત્તિ કરતા પરિવારોનો પડાવ છે. ભણવાની ઉંમરે આ બાળકો પણ અત્યાર સુધી ફૂટપાથ પર બેસીને રમકડા વેચીને પોતાના પરિવારની મદદ કરતા હતા. સ્કૂલમાં સરળતાથી પ્રવેશ નહીં મળતા અને બાળકોના અભ્યાસ માટે પૈસા પણ નહીં હોવાથી આવા પરિવારજનો બાળકોને ભણાવી શકતા ન હતા .
  • આ બાળકો સામાન્ય બાળકો ની જેમ અભ્યાસ કરી રહ્યા છે. આ ફૂટપાથ પાઠશાળામાં શરૂઆતમાં બે કે ત્રણ જ બાળકો આવતા હતા પરંતુ ત્યારબાદ બાળકોની સંખ્યા વધતી ગઈ હતી. શરૂઆતમાં એક જગ્યાએ ફૂટપાથ પાઠશાળા ચાલુ કરી હતી પરંતુ હવે બાળકોની સંખ્યા વધતા મુસ્કાન ગ્રૂપ વાપીમાં વિવિધ 3 સ્થળો પર આવી પાઠશાળા શરૂ કરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024