દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓમાંથી એક Flipkartએ eBayને બંધ કર્યા બાદ જુના સામાનને નવો કરી વેચવા માટે એટલે કે, રિફર્બિશ્ડ સામાન માટે નવું પ્લેટફોર્મ ‘2GUD’ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ પર તમને મોબાઈલ ફોન, લેપટોપ, સ્માર્ટવોચ અને ટેબલેટ જેવા સામાનનું વેચાણ કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે, સ્વતંત્ર પ્લેટફોર્મ ‘2GUD’નું લક્ષ્ય રિફર્બિશ્ડ બજારમાં વ્યાજબીપણુ, સુલભતા અને ઉપલબ્ધતા લાવવાનું છે, જ્યારે વિશ્વાસ અને સગવડતાની સમસ્યા પણ દૂર કરવાનું છે.
દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓમાંથી એક Flipkartએ eBayને બંધ કર્યા બાદ જુના સામાનને નવો કરી વેચવા માટે એટલે કે, રિફબ્રિશ્ડ સામાન માટે નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું
આ પ્લેટફોર્મ પર રિફર્બિશ્ડ મોબાઈલ ફોન્સ, ટેબલેટ્સ, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ એક્સસરિઝ પર 3થી 12 મહિનાની વોરંટી આપવામાં આવશે. ફ્લિપકાર્ટના મુખ્ય કાર્યકારી અધિકારી કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, ‘2GUD’ સાથે અમે રિફર્બિશ્ડ ગુડ્સ માર્કેટમાં રહેલા ભરોસોની ખામીને દૂર કરી છે.
શરૂઆતમાં આ પ્લેટફોર્મ ‘2GUD’ ડોટ કોમના માધ્યમથી મોબાઈલ બ્રાઉસરના રૂપે લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે, ટુંક સમયમાં આનું ડેસ્કટોપ વર્ઝન અને એપ પણ જાહેર કરવામાં આવશે.
કંપનીના ‘2GUD’ના પરિચાલન ઉપાધ્યક્ષ અનિલ ગોટેટિએ કહ્યું કે, ‘આ પ્લેટફોર્મ પર વેચાતા તમામ ઉત્પાદકોને 47 રાઉન્ડ પરિક્ષણમાંથી પસાર થવું પડશે, અને તેમણે પાંચ ગ્રેડના આધારે વેચવામાં આવે છે, જેમાં લાઈક ન્યૂ, સુપર્બ, વેરી ગુડ, ગુડ અને ઓકે સામેલ છે.’