નીતા અંબાણીએ કહ્યું કે, અમે આપત્તિ સમયે કેરળના લોકો સાથે ઊભા છીએ

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેયરપર્સન નીતા અંબાણીએ કહ્યું, કેરળમાં અમારા ભાઈ-બહેનો એક ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે. એવામાં એક જવાબદાર કોર્પોરેટ ફાઉન્ડેશન અને ભારતીય હોવાના સંબંધે અમારી જવાબદારી છે કે, અમે બચાવ, રાહત અને પુનર્વાસ માટે પ્રદેશની મદદ કરીએ. રિલાયન્સ ફાઉન્ડેશન પોતાની તરફથી કેરલ મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયા આપી રહ્યું છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં રિલાયન્સ ફાઉન્ડેશન કેરળ સાથે ઉભું છે. પ્રદેશમાં જ્યારે સુધી પરિસ્થિતિ સામાન્ય થઈ જતી નહી ત્યાર સુધી અમે ત્યા કામ કરીશું.

કેરળમાં પૂર પીડિતોની મદદ માટે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ મોટું પગલું ભર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની પરોપકારી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને પૂર પીડિતોની મદદ માટે કેરળ મુખ્યમંત્રી આપદા રાહત કોષમાં 21 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ સાથે રિલાયન્સ રિટેલ દ્વારા લગભગ 50 કરોડ રૂપિયાની વધારાની મદદ કરી છે. મંગળવારે રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

14 ઓગસ્ટેથી લાગેલું છે રિલાયન્સ ફાઉન્ડેશન

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, કેરળમાં આ આપત્તિના સમયે તેમની સંસ્થા કેરળની જનતા સાથે મજબૂતાઈથી ઊભી છે. રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમની ટીમ 14 ઓગસ્ટથી જ કેરળમાં પૂરથી સૌથી વધારે પ્રભાવિત જિલ્લામાં બચાવ અને રાહત કાર્યોમાં લાગેલી છે.

રિલાયન્સ રિટેલ દ્વારા 50 કરોડની મદદ

રિલાયન્સ રિટેલ દ્વારા સરકાર તરફથી ચલાવાઈ રહેલા 160 રાહત કેમ્પોમાં તૈયાર ભોજન, ગ્લુકોઝ અને સેનેટરી નેપ્કીન સપ્લાય કરવામાં આવી રહ્યું છે. આ રાહત કેમ્પોમાં અંદાજે 50 હજાર લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. આટલું જ નહીં, મહારાષ્ટ્ર સરકારે પણ અંદાજે 2.6 ટન રાહત સામગ્રી સોંપી છે, જેને વિમાન માર્ગે કેરળ પહોંચાડવામાં આવશે. અંદાજે 7.5 લાખ કપડા, 1.5 લાખ જૂતાની જોડી અને ગ્રોસરીનો સુકો સામાન કેરળમાં પૂર પ્રભાવિત લોકો સુધી પહોંચાડઈ રહ્યો છે. રિલાયન્સ રિટેલ દ્વારા જે મદદ પહોંચાડવામાં આવી રહી છે, તેની કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા છે.

મેડિકલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં પણ મદદ

રિલાયન્સ ફાઉન્ડેશન પ્રમાણે, આ બધા ઉપરાંત તેની સંસ્થા પૂર પ્રભાવિત વિસ્તારોમાં મેડિકલ સહાયતા પણ પહોંચાડી રહી છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીવાર તૈયાર કરવામાં મદદ કરી રહી છે, રિલાયન્સ જિયો દ્વારા પર લોકોની મદદ કરાઈ રહી છે.