- નિયંત્રણ કાનૂની માપ અને ગ્રાહક સુરક્ષા વિભાગની ટીમનો સપાટો, ડમી ગ્રાહક બનીને ચેકિંગ હાથ ધરતાં પોલ ખુલી
- વલસાડમાં કોરોના વાયરસ ફેલાતો રોકવા સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો સાથે મળીને કોરોનાથી બચવા માસ્ક અને સેનેટરાઇઝરનો ઉપયોગ કરવા ગાઇડ લાઇન અપાઇ રહી છે.પરંતું આવા વિકટ સંજોગોમાં પણ બજારમાં માસ્ક અને સેનેટાઇઝરનો વેપલો શરૂ થઇ ગયો છે. પરિણામે મદદનીશ નિયંત્રણ કાનૂની માપ અને ગ્રાહક સુરક્ષા વિભાગની ટીમે ડમી ગ્રાહક બનીને ચેકિંગ હાથ ધરતાં નિયત્રિત કિંમત કરતા વધુ કિમત વસુલતા વલસાડના અને વાપી સહિત 8 વેપારીઓને કુલ રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.
- વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરતાં ભારત સરકારે અગમચેતીના પગલાંરૂપ વધુ અસરકારક પગલાં ભરવા સરકારના તમામ વિભાગોને કામે લગાડી દીધાં છે.
- કોરોનાથી સુરક્ષિત રહેવાના ભાગરૂપ ગુજરાત સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર તથા તબીબો દ્વારા પણ શરદી,ખાંસી,તાવ હોય તેવા વ્યક્તિઓને મોઢેં માસ્ક પહેરવા,ઉપરાંત હાથ ધોવા સેનેટરાઇઝરનો ઉપયોગ કરવા માસ્ક અને સેનેટરાઇઝરનો ઉપયોગ કરવો વગેરે જેવી સલાહ અપાઈ છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર નિયંત્રણ કાનુની માપ અને ગ્રાહક સુરક્ષા વિભાગને સૂચના જારી કરી બજારમાં વેચાણ કરાતાં માસ્ક અને સેનેટાઇઝરની વધુ કિમત વસુલનારાઓ સામે ચેકિંગનો આદેશ કરતા વલસાડ અને નવસારી જિલ્લામાં 28 એકમોની તપાસણી કરવા વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં વલસાડ,વાપી અને નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે એમઆરપીથી વધુ કિમત વસુલતા 8 વેપારી ભેરવાઇ ગયા હતા.જેમને કુલ રૂ.10 હજારનો દંડ ફટકારાયો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News