- કાલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષકોના બનાવેલ એક વોટ્સએપ ગૃપમાં અંદાજીત 150થી વધારે વધુ પ્રાથમિક શિક્ષકોના આ ગૃપમાં લગભગ 60 થી વધારે મહીલા શિક્ષકોનો પણ સમાવેશ કરાયો હતો.
- જેમાં સોમવારે સાંજેે ગૃપના એક સભ્ય દ્વારા ખરાબ વિડિયો મુકાતા ગૃપની મહિલા શિક્ષકો સહિત શિક્ષકો પણ શરમજનક પરિસ્થિતિમાં મુકાયા હતા.
- અસ્લીલ વિડિયો ગૃપમાં કોણે મુક્યો તેની ચર્ચા ગૃપમાં થઇ હતી. જેથી ગંભીર બનેલ એડમિન દ્વારા ગૃપમાં સમાવેશ મહિલા શિક્ષકોને તાત્કાલિક ગૃપમાંથી હટાવી દેવાયા હતા. જ્યારે આ વિડીયો અંગેની જાણ જિલ્લા કક્ષા સુધી મામલો પહોચતા ગૃપ ડીલીટ થયુ હતુ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News