- રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા
- રાહુલ ગાંધીએ લોકડાઉન ફેલ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો.
- તેમને જણાવ્યું કે , પ્રધાનમંત્રી મોદીએ બે મહિના પહેલાં કહ્યું હતું કે, આપણે 21 દિવસમાં કોરોના વાઈસને હરાવી દઈશું
- પરંતુ એ વાતને આજે 60 દિવસ થવા આવ્યા હોવા છતાં આપણાં દેશમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે
- આવા સંજોગોમાં લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે.
- લોકડાઉનનો ઉદ્દેશ સંપૂર્ણ રિતે ફેઈલ થયો છે.
- રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, લોકડાઉનના ચાર તબક્કામાં પણપ્રધાનમંત્રી મોદીને આશા હતી તેવા પરિણામો નથી મળ્યા.
- તો આવા સંજોગોમાં અમે બધા સરકારને પૂછવા માંગીએ છીએ કે, હવે સરકાર આગળ શું કરવાની છે?
- રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, મોદી શરૂઆતમાં ફ્રન્ટ ફૂટ પર રમતા હતા પરંતુ હવે તેઓ બેકફૂટ પર આવી ગયા છે.
- પીએમએ ફરી ફ્રન્ટફૂટ પર આવવું પડશે.
- રાહુલ ગાંધી એ કહ્યું લોકડાઉન ખોલવા વિશે સરકારની સ્ટ્રેટેજીમાં પ્રવાસીઓ અને રાજ્યોની મદદ વિશે શું વ્યવસ્થા કરવામાં આવી છે?
- કેન્દ્ર સરકારે રાજ્યોની પણ મદદ કરવી જોઈએ.
- તેના વગર કોંગ્રેસ શાસિત રાજ્યોમાં તકલીફો આવી શકે છે.
- સરકારે આર્થિક પેકેજમાં જે આપ્યું તેનાથી કશું થવાનું નથી. લોકોના હાથમાં પૈસા પહોંચવા જોઈએ.
- સામાન્ય જનતા અને ઈન્ડસ્ટ્રીઝને આર્થિક મદદ નહીં મળે તો ખરાબ પરિણામ આવી શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News