- બોપલ પાસે આવેલા શેલામાં રહેતા નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ રિવોલ્વરથી આપઘાત કર્યો હોવાની બાબત સામે આવી છે. આ યુવકનું નામ શિવમ ભરવાડ હોવાનું માલુમ પડ્યું હતું.
- બોપલ પોલીસને આ ઘટનાનો જાણ થતા બોપલ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી.
- આ બાબતે બોપલ પોલીસે પરિવારજનની પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરી છે.
- હાલ, આપઘાત પાછળનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
- પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે, શિવમના પિતા સી. જે. ભરવાડ નિવૃત્ત ડીવાયએસપી છે. અને તેઓ કોઈ કામ માટે બહાર ગયા હતા.
- શિવમ મોડી રાત સુધી પરિવાર સાથે બેઠા પણ હતા.
- ત્યારબાદ ત્રણેક વાગ્યાની આસપાસ તેમણે રિવોલ્વરથી આપઘાત કર્યો છે.
- પોલીસનું માનવું છે કે, શિવમ ભાઈએ આર્થિક કારણથી આપઘાત કર્યો હોઈ શકે છે.
- શિવમ પાસે રિવોલ્વરનું લાયસન્સ હોવાનું પણ સામે આવ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News