- લોકડાઉન પછી જયારે સ્કૂલો ચાલુ થશે ત્યારે વાલીઓ પાસેથી ફી સિવાયના બીજા પૈસા લેવામાં આવી શકે એમ છે.
- સરકારી મંજૂરી પછી સ્કૂલો ચાલુ થશે તો સ્કૂલ સંચાલકો સેનિટાઇઝર અને માસ્કનો ખર્ચ પણ વાલીઓ પાસેથી વસૂલ કરી શકે છે.
- બાળક દીઠ મહિને 300થી 500 રૂપિયાનો ખર્ચ સ્કૂલને કરવો પડશે તેવી સંચાલકોનું માનવું છે.
- સ્કૂલોએ સેનિટાઇઝ ટનલ, બિલ્ડિંગ સેનિટાઈઝ મશીન, થર્મલ ગન, માસ્કની સુવિધા અત્યારથી જ કરવા લાગ્યા છે.
- આ વર્ષે સ્કૂલોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમને આ માંગણી કરેલ છે.
- જો કે સરકારે 2020-21ના વર્ષમાં સ્કૂલોને ફીમાં વધારો ન કરવાના આદેશો આપ્યા છે
- તેમનું કહેવું છે કે ઘણી સ્કૂલોમાં જૂના શૈક્ષણિક સત્રની પણ ફી ઘણા વાલીઓની બાકી છે.
- અને જો આવી સ્થિતિમાં જો સ્કૂલો શરુ કરવામાં આવે તો સ્કૂલોએ બાળકોની સુરક્ષા માટે સેનિટાઇઝેશન માટે કેમિકલ- મશીન, માસ્ક, થર્મલગન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે ઘણો ખર્ચ કરવો પડે એમ છે.
- સ્કૂલ સંચાલક મુજબ સરકારની ગાઇડલાઇન પ્રમાણે તેઓને તમામ નિયમોનું પાલન કરવાનાં રહેશે.
- આ પણ વાંચો: ગુજરાતમાં લોકડાઉન 5 વાઈરલ મેસેજ અંગે CM રૂપાણીનો ખુલાસો.
- શરીરને FIT(ફિટ) રાખવા માટે ના ઉપાય
- અત્યારે મોટાભાગની સ્કૂલોની આર્થિક સ્થિતિ ખરાબ છે તેથી
- સરકારની ગાઇડલાઇન પ્રમાણે તમામ નિયમોનું પાલન કરવા માટે જે ખર્ચ થશે એ સ્કૂલ સંચાલકને વાલીઓ પાસેથી લેવો પડશે.
- તેમને જણાવ્યું કે જ્યાં સુધી કોરોના મહામારીમાં સ્કૂલ ચાલુ રહેશે ત્યાં સુધી ખર્ચનો અમુક ભાગ વાલી પાસેથી પણ વસૂલી શકીએ છીએ.
- સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, જો સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરાશે તો એક શિક્ષકે વધુ ક્લાસ લેવા પડશે.
- તેથી દરેક શિક્ષકને પગાર તથા વધારાના લીધેલા ક્લાસ માટે અલગથી રકમ આપવી પડશે. જેથી શિક્ષકોના પગારમાં વધારો થશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News