Life Style
- સામગ્રી :-
- 2 કપ ખાંડ
- 1/2 કપ લીંબુનો રસ
- 1/4 કપ પાણી
- 2 ટીપા એશિશિયલ ઓઇલ સુગંધ માટે
- વેક્સ રીત :-
- ઘર પર વેક્સ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં બે કપ ખાંડ, અડધો કપ લીંબુનો રસ અને એક ચોથાઇ પાણી નાંખો.
- તમે ઇચ્છો તો આમાં સુંગધ માટે કોઇ એશિશિયલ ઓઇલના બે ટીપા પણ સારી નાંખી શકો છો.
- ત્યારબાદ પેનને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરો.
- જ્યાં સુધી ખાંડ ઓગળી જાય અને એક ઘટ્ટ સીરપ બની જાય ત્યાં સુધી એક મોટી ચમચી કે ચમચા વડે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો.
- હવે કોઇ જૂની જીન્સ પડી હોય તો તેને લાંબા લંબચોરસ પટ્ટાના આકારમાં કાપી વેક્સિંગની સ્ટ્રિપ બનાવી લો.
- જ્યારે વેક્સ થોડો ઠંડો થાય તો એક ફ્લેટ ચમચીની કે ચપ્પાની મદદથી તેને સ્ક્રીન પર લગાવો.
- હવે જીન્સની સ્ટ્રિપથી વિરુદ્ધ દિશામાં ખેંચી વેક્સિંગ કરી વાળને દૂર કરો.
- તમે આ જીન્સના સ્ટ્રીપ સાબુથી સાફ કરીને ફરીથી વાપરી શકો છો.
- વધેલા વેક્સને સ્ટોર કરીને બીજી વાર વાપરી શકો છો.બીજીવાર વાપરતા પહેલા તેને ગરમ કરી લેવું.
- આ ઉપરાંત એ પણ ધ્યાન રાખવું કે પીરિયડ્સ દરમિયાન સ્કિન ખૂબ જ સેન્સિટિવ થઇ જાય છે. તેથી આવા સમયે વેક્સિંગ કરવાનું ટાળો.
- તમને જો પરસેવાની સમસ્યા રહેતી હોય તો વેક્સ પહેલા પાવડર પણ લગાવી શકો છો.
- વેક્સ કર્યા પછી ક્રિમ લગાવી જેથી સ્કિન મુલાયમ રહે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News