Celebrity News

Celebrity News

  • કોરોના વાયરસની મહામારીમાં મુંબઇ પોલીસ પોતાના  જીવ જોખમમાં નાખીને લોકોની સુરક્ષા કરી રહી છે.
  • તેમજ બોલીવૂડ સ્ટાર્સ (Celebrity) પણ સતત કોરોના વોરિયર્સની મદદ કરી રહ્યા છે.
  • હાલમાં જ રોહિત શેટ્ટીએ ફરી એક વખત મુંબઇ પોલીસની મદદ માટે આગળ આવ્યો છે. 
  • રોહિતે શેટ્ટીએ મુંબઇના જુહુ પોલીસ સ્ટેશનના સ્ટાફ માટે ૧૭ રૂમની સગવડ કરી છે. જેથી તેઓ પોતાના પરિવારોને સંક્રમણથી બચાવી શકે.
  • ફરજ બજાવ્યા પછી પોલીસકર્મીઓ પોતાના ઘરે જવાને બદલે આ જ જગ્યામાં રહેશે. પોલીસ ઓફિસરો એ આ બદલ રોહિતનો આભાર માન્યો હતો. 
  • જુહુ પોલીસ સ્ટેશનના સીનિયર ઇન્સપેકેટર પંઢરીનાથ વવહલે ટ્વિટર પર આભાર માનતા લખ્યું હતું કે, જુહુ પોલીસ કર્મીઓને રૂમની સગવડ આપવા બદલ આભાર, હવે તેઓ તેમના ઘરથી દૂર રહીને પોતાના પરિવારને કોરોના મહામારીના સંક્રમણના ડરથી બચાવી શકશે. દેશ પ્રતિ લગાવ અને નિષ્ઠા માટે તમારો આભાર.
  • રોહિતે આ પહેલા પણ પોલીસકર્મીઓની સુરક્ષા માટે આઠ હોટલમાં રૂમ બુક કરાવ્યા હતા.
  • જેમાં તેમને આરામથી લઇ ભોજન વગેરેની સુવિધાઓ આપી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024