- સરકારે મંજૂરી આપ્યા પછી સોમનાથ મંદિરમા 8 જૂનથી ભક્તો દર્શન કરી શકાશે.
- કોરોના મહામારીને લીધે સોમનાથ મંદિરમાં પણ દર્શનાર્થીઓ માટે અમુક નિયમો બનાવામાં આવ્યા છે.
- જેમ કે સોમનાથ મંદિરમાં 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને મંદિરમા પ્રવેશ આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
- સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન દર્શનાર્થીઓ ઘંટ નહી વગાડી શકે તેમજ દંડવ્રત પ્રણામ પણ નહિ કરી શકે.
- મંદિરમાં દર્શન કરવા જતી વખતે દર્શનાર્થીઓ બીલીપત્રો, ગંગાજળ કે ફૂલો મંદિરમાં નહી લઇ જઈ શકે.
- તેમજ એક કલાકમાં 300 લોકો સોમનાથ મંદિરમા દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
- તદુપરાંત સોમનાથ મંદિરમાં દર્શના માટે આવતા લોકોને મંદિર રેલીંગ તેમજ કોઇ વસ્તુ ન અડે તેની પણ સૂચના આપવામાં આવી છે.
- મંદિરમાં પ્રવેશ કરતા પહેલા નિયમ અનુસાર સેનેટાઇઝર માસ્ક અને ડીસ્ટન્સનું ફરજિયાત પાલન કરવાનુ રહેશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News