પાકિસ્તાન : કૌકબ નૂરાનીએ કોરોનાના દર્દીઓને હોસ્પિટલ ન જવાની સલાહ આપી.

પોસ્ટ કેવી લાગી?
 • દુનિયાભરના લોકોની જેમ પાકિસ્તાન પણ હાલ કોરોના સંક્રમણ સામે લડી રહ્યું છે.
 • પાકિસ્તાનમાં અત્યાર સુધી સંક્રમણના 85,000થી વધુ કેસ સામે આવ્યા છે.
 • તેમજ 1800 લોકોનું મુર્ત્યું થઇ ગયું છે.
 • તો પાકિસ્તાની મૌલાના કૌકબ નૂરાની એ કોરોના વાયરસને મુસ્લિમો વિરુદ્ધનું કાવતરું જણાવ્યું છે.
 • મૌલાના કૌકબ નૂરાનીનું એક નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે.
 • મૌલાના કૌકબ નૂરાની આ વીડિયોમાં કહી રહ્યા છે કે કોરોના વાયરસને યહૂદીઓએ પેદા કર્યો છે.
 • અને હવે તે જ તેની વેક્સીન બનાવી રહ્યા છે.
 • જેમાં તેણે કોરોના વાયરસને યહૂદીઓ દ્વારા બનાવવામાં આવેલું કાવતરું ગણાવ્યું છે.
 • તથા નૂરાનીએ લોકોને તેની સારવાર માટે હોસ્પિટલમાં ન જવાની અપીલ કરી છે.

 • કૌકબે કોરોનાને મુસ્લિમો વિરુદ્ધ મોટું કાવતરું ગણાવીને પોતાના સમર્થકોને અપીલ કરી કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવા છતાં હોસ્પિટલમાં પોતાના ઇલાજ ન કરાવે.
 • તેમણે વધુમાં એમ પણ કહ્યું કે યહૂદીઓ આની વેક્સિન બનાવીને તેમાં ચિપ નાંખી રહ્યા છે.
 • આ યહૂદીઓએ બનાવેલી વેક્સિન જો મુસ્લિમ કે કોઇ પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરશે તો તે ચિપ પણ શરીરની અંદર જતી રહેશે.
 • ત્યારબાદ આ ચિપથી મુસલમાનોના મગજમાં શું ચાલી રહ્યું છે તે બધુ યહૂદીઓને પહેલાથી જ ખબર પડી જશે.
 • નૂરાની તો એમ પણ કહ્યું કે યહૂદીઓ જ હોસ્પિટલમાં ડૉક્ટરોને તેમના દર્દીઓને મારવા માટે પૈસા આપી રહ્યા છે.
 • મૌલાનાએ કહ્યું કે જો તમને પણ કોરોનાથયો હોય તો તમે તેની સારવાર માટે હોસ્પિટલ ન જતા. જો હોસ્પિટલ ગયા તો પાછા નહીં આવો.
 • તેમના કેહવા મુજબ ડૉક્ટર તે લોકોને વેન્ટિલેટર પર ચડાવીને મારી નાંખશે.
 • કૌકબ નૂરાનીના મુજબ યહૂદીઓ કોરોના સંક્રમણથી પૂરી દુનિયાને કંટ્રોલ કરવા માંગે છે.
 • સાથે જ મૌલાનાએ કહ્યું કે યહૂદી બહુ જલ્દી તેવી કરન્સી લાવશે જેના દ્વારા તે પૂરી દુનિયા પર શાસન કરી શકે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures