Gujarat
- સમગ્ર ગુજરાત(Gujarat)માં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ ફેલાઈ રહ્યો છે.
- જેમાં કોરોના વોરિયર્સ પણ હવે કોરોનનો શિકાર બની રહ્યા છે.
- ડોક્ટર્સ પણ સંક્રમણનો ભોગ બની રહ્યા હોવાથી ખુદ ડોક્ટર્સ પણ ડરી ગયા છે.
- કોરોના ના કહેરથી ચિંતાજનક અમુક ડોક્ટર્સે તો નોકરી છોડવા સુધી નક્કી કર્યુ છે.
- આવી સંજોગોમાં રાજ્ય સરકારે પણ કડક ફેંસલો લેવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે કોઇપણ ડોક્ટરનું રાજીનામુ ન સ્વિકારવાનો આદેશ કરવો પડ્યો છે.
- તેમજ અમદાવાદ સિવિલમાં જ 100થી વધુ ડોકટરો કોરોનાથી સંક્રમિત થયા છે. એટલુંજ નહિ કોરોનાએ બે નર્સનો પણ ભોગ લીધો છે. આવી પરિસ્થિતિ જોઈ ડોક્ટરો ખુબજ ભયભીત થઇ ગયા છે.
- ગુજરાત(Gujarat)માં હજી પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા તેમાં પણ અમદાવાદમાં તો લોકડાઉન પછી પણ સ્થિતિ વધારે ખરાબ થઇ રહી જણાય છે.
- કોરોનાની સારવાર દરમિયાન ડોક્ટરોને 15 દિવસ હોસ્પિટલ અને 15 દિવસ કવોરન્ટાઇનમાં રહેવાનું હોય છે. આમ હવે આવી પરિસ્થિતિ જોઈ ને ડોક્ટરોને પણ જોખમ લાગી રહ્યું છે.
- તેમજ આ સમયમાં તેમને પોતાના પરિવારથી પણ દૂર રેહવું પડે છે. જેથી તેમના પરિવારને પણ ચિંતા રહે છે. તેમજ ડોક્ટરો ને તેમના દ્વારા તેમના પરિવારને ચેપ ના લાગી જાય તેનો પણ દર રહે છે.
- આ પણ જુઓ : Ahemdabad : સિવિલ હોસ્પિટલમાં ક્લોલના દર્દીને મગજમાં ગાંઠ હોવા છતાં કોવિડ વોર્ડમાં ખસેડાયો.
- તેમજ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની વારંવાર બદલી કરાય છે. તેમજ પગાર તેમજ સુવિધાઓને લઇને પણ અમુક સ્ટાફ ફરિયાદ કરી રહ્યો છે.
- એટલું જ નહિ કોરોનાના દર્દીઓ સાથે સીધો સંપર્ક હોવા છતાંય સંક્રમણથી બચવા માટેની પુરતી સુવિધા મળતી નથી.
- આવા સંજોગોમાં ઘણાં ડોક્ટરો, મેડિકલ ઓફિસર તેમજ અને જીલ્લા કક્ષાના કલાસ -1 અિધકારીઓ હવે રાજીનામુ આપવા તૈયાર થયાં છે.
- કોરોનનો કહેર એટલો વધી ગયો છે અને દિવસે દિવસે કેસો વધતા જાય છે જેથી પહેલાથીજ ડોક્ટરોની અછત જણાઈ રહી છે એમાં પણ હવે ડોક્ટરો રાજીનામાં આપવા પર ઉતરી આવ્યા છે.
- જેથી આરોગ્ય વિભાગે પણ કડક પગલાં લેવા પડી રહ્યા છે અત્યારે આરોગ્ય વિભાગે કોઇપણ ડોક્ટરનું રાજીનામુ ન સ્વિકારવા આદેશ કર્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News