Kashmir

  • કાશ્મીર(Kashmir)ના શોપિયાં અને પમ્પોરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ આતંકીઓનો સફાયો કરાયો છે.
  • જમ્મ-કાશ્મીરમાં સુરક્ષાદળોનાં ઓપરેશન ઓલઆઉટને ભારે સફળતા મળી રહી છે.
  • સુરક્ષાદળો અને કાશ્મીર (Kashmir) પોલીસનાં સંયુક્ત ઓપરેશનમાં શોપિયાંમાં ૫ અને અવંતીપોરાનાં પમ્પોરમાં ૩ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.
  • આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧૦૨ આતંકીઓને ખાતમો બોલાવાયો છે.
  • તથા બે આતંકીઓ સુરક્ષાદળોથી બચવા મસ્જિદમાં છુપાઈ ગયા હતા.
  • આ બે આતંકીઓને શુક્રવારે સવારે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.
  • કાશ્મીર (Kashmir)નાં સુરક્ષાદળોની ત્રાસવાદ સામેની ઝુંબેશમાં ૧૫૦ દિવસમાં ૧૦૨ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
  • આ મહિનામાં અલગ અલગ મૂઠભેડમાં ૩૫ જેટલા આતંકીઓનો સફાયો કરાયો છે.
  • તેમાં ૪૯ યુવાન આતંકીઓ તો થોડા સમય પહેલાં જ ઘરબાર છોડીને આતંકી સંગઠનોમાં જોડાયા હતા જેમાંથી ૨૭ને ઠાર કરાયા છે.
  • શોપિયાંનાં બંદપાવા વિસ્તારમાં ગુરુવારથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી હતી.
  • આ અથડામણમાં શુક્રવારે સવારે પાંચમા આતંકીને ઠાર કરાયો હતો.
  • તેમજ સુરક્ષાદળોેએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં હજી ઘણા આતંકી છુપાયેલા હોવાની શક્યતાથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
  • શોપિયાંમાં ૪ આતંકીઓનાં મૃતદેહો મળ્યા હતા પાંચમા આતંકીની બોડીની શોધ થઇ રહી છે.
  • આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની જાણ થયા પછી પોલીસ, આર્મી અને સીઆરપીએફ દ્વારા સંયુક્તપણે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
  • જમ્મુ-કાશ્મીર પોલીસનાં ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે શોપિયાં ઉપરાંત મેજ પમ્પોર ખાતે ૩ આતંકીઓનો સફાયો કરાયો હતો.
  • તેમજ અહીં મસ્જિદમાં ઘૂસેલા બે આતંકીઓને ઠાર કરાયા હતા.
  • જોકે મસ્જિદને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખીને આખી કામગીરી હાથ ધરાઈ હતી.
  • તથા જેમાં ટિયરગેસનો જ ઉપયોગ કરાયો હતો.
  • માર્યા ગયેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદનાં હોવાનું જાણવા મળ્યું છે.
  • આ વિસ્તારમાં અન્ય આતંકીઓ છુપાયા હોવાની શંકાને આધારે સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે.
  • આ મહિનામાં સુરક્ષાદળોએ આશરે ૩૫થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024