FIFA U-17

  • ગુજરાત માટે વધુ એક ગૌરવના સમાચાર આવ્યા છે.
  • FIFA U-17 વુમન ફૂટબોલ વર્લ્ડ કપ આ વખતે અમદાવાદમાં યોજાશે.
  • અમદાવાદમાં FIFA U-17 (ફિફા અંડર-17) વુમન ફૂટબોલ વર્લ્ડ કપ રમાશે.
  • ભારતમાં FIFA U-17 વુમન ફૂટબોલ વર્લ્ડ કપ 2021માં 17મી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ દરમિયાન યોજાશે.
  • ભારતમાં યોજાનાર આ વર્લ્ડ કપની સાત મેચો અમદાવાદમાં રમાશે.
  • આ અંગે ની માહિતી સીએમ રૂપાણીએ આપી હતી.

  • સીએમ રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે
  • FIFA U-17 (ફિફા અંડર-17) વુમન ફૂટબોલ વર્લ્ડ કપ ભારત 2021 અમદાવાદ ખાતે યોજાશે.
  • 18, 21 અને 24 ફેબ્રુઆરીએ અને 27 ફેબ્રુઆરી 2021ના ક્વાર્ટર ફાઈનલ એમ કુલ સાત મેચો અમદાવાદમાં રમાશે.
  • ઉપરાંત ભારત બીજી વાર ફિફાની કોઈ આ પ્રકારની મેજર ઇવેન્ટની યજમાની કરી રહ્યું છે.
  • અગાઉ 2017માં ફિફા અંડર-17 મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ ભારતમાં યોજાયો હતો.
  • ટુર્નામેન્ટનો પ્રારંભ ગુવાહાટી અને ભુવનેશ્વરમાં એક જ દિવસે રમાનારી મેચથી થશે.
  • યજમાન હોવાને નાતે ભારત આ ટુર્નામેન્ટમાં રમવા માટે કવોલિફાઈ થયું છે.
  • તે ગ્રૂપ-A માં રમશે. અમદાવાદમાં કાંકરિયા પાસેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે આ ટુર્નામેન્ટની મેચો રમાશે.
  • આપને જણાવાનું કે ફૂટબોલનું સંચાલન કરતી વૈશ્વિક સંસ્થા FIFA U-17 (ફિફાએ અંડર-17) વિમેન્સ વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.
  • આ વર્લ્ડ કપની મેચો ભારતમાં અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી, કોલકાતા અને નવી મુંબઈના મેદાનો પર રમાશે.
  • તેમજ આ શહેરો અંગે ફિફાએ અગાઉથી જ મંજૂરી આપી દીધી છે.
  • વર્લ્ડ કપમાં કુલ 16 ટીમ વચ્ચે 32 મેચ રમાશે.
  • જો કે અગાઉ આ ટુર્નામેન્ટ નવેમ્બરમાં યોજાનારી હતી
  • પરંતુ કોરોના વાયરસને કારણે તેને મોકૂફ રખાઈ હતી.
  • સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીને કારણે રમતગમત સ્થગિત છે
  • ત્યારે આયોજકોના મતે નવેમ્બરમાં ટુર્નામેન્ટ યોજવી શક્ય ન હતી તેથી તે હવે ફેબ્રુઆરી 2021માં યોજાશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024