Ahmadabad
- Ahmadabad શ્યામલ વિસ્તારમાં આવેલા શ્યામલ રો-હાઉસ વિભાગ-2 માં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.
- આ સેક્સ રેકેટમાં ઉઝબેકિસ્તાથી સુંદર યુવતીઓને બોલાવીને દેહવેપાર કરાવવામાં આવતો હતો.
- મળતી માહિતી પ્રમાણે, Ahmadabad ના શ્યામલ વિસ્તારમાં શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં એક મોટું સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મહિલા ક્રાઈમની ટીમને મળી હતી.
- તો Ahmadabad મહિલા ક્રાઈમની ટીમ સતર્ક થઈને બાતમીના આધારે રેડ કરવા પહોંચી હતી.
- મહિલા ક્રાઈમ ટીમે તેના માટે એક ડમી ગ્રાહક મોકલીને મકાન નંબર 40માં રેડ કરતા ઘરમાંથી અનેક યુવતીઓ મળી આવી હતી.
- જોકે પોલીસે આ ઘટનામાં સંચાલક દંપતી એવા આશા ઉર્ફે રીતુ પટેલ, તુષાર પટેલ તથા પાર્ટનર ભરત મકવાણાની ધરપકડ કરી ઉસ્માન નામના વ્યક્તિને વોન્ટેડ દર્શાવ્યો હતો.
- મહિલા પોલીસની ટીમે સેક્સ રેકેટમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સંચાલક આશા ઉર્ફે રીતુ અને તેનો પતિ તુષાર બે વર્ષથી શ્યામલ રો-હાઉસમાં એક મકાન 15 હજાર રુપયે ભાડે રાખ્યું હતું.
- જે ગ્રાહકો આવે તે લોકોને ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે રૂમમાં મોકલાવતા હતા.
- આ માટે ગ્રાહક પાસેથી મસમોટી રકમ વસુલતા હતા.
- જ્યારે મહિલા ક્રાઈમ પોલીસે આ ઉઝબેકિસ્તાનની યુવતીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓને દિલ્હીથી ઉસ્માન નામનો વ્યક્તિ લાવી અહીં મોકલતો હતો.
- આશા અને તુષાર યુવતીઓને 50 ટકા રકમ આપતા હતા.
- તો આ દંપતી ઉસ્માનને પાંચ હજાર આપીને યુવતીઓ મંગવતા હતા.
- તેમજ યુવતીઓ આ જ ઘરમાં રોકાતી અને અહીં જ દેહવ્યાપાર કરતી હતી,
- જેથી કોઈને શંકા ન જાય. પરંતુ તેમનું આ રેકેટ બહુ ચાલ્યું નહોતું.
- મહિલા ક્રાઈમની ટીમે સેક્સ રેકેટ ચલાવનાર ત્રણ લોકોની ધરપકડ કરી આનંદનગર પોલીસને જાણ કરી હતી.
- ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટા શહેરોમાં દેહવ્યાપાર કરતા સ્પા સેન્ટરો પણ ધમધમી રહ્યા છે.
- સમાજમાં દૂષણ ફેલાવનારા દલાલો તંત્ર સહિત પોલીસની લાલચ અને પૈસાના જોરે દબાવે છે અને આવા ધંધા ચાલતા રહે છે.
- LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી : અમદાવાદ
- Accident : સુરતના નેશનલ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
- Western Railway : બાંદ્રા ટર્મિનસ લુધિયાણા પાર્સલ ટ્રેન દોડાવશે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News