GVK CBI FIR

  • CBI એ GVK ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન જી વેંકટ કૃષ્ણા (GVK) રેડ્ડી અને તેમના પુત્ર જીવી સંજય રેડ્ડીની વિરુદ્ધ FIR નોંધી છે.
  • GVK ગ્રૂપ દ્વારા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) તેમજ એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) નાં ભંડોળમાંથી રૂ. ૭૦૫ કરોડની ગેરરીતિ આચરવામાં હતી
  • તેની સાથે જ બોગસ સોદા કરીને તેમજ પર્સનલ ખર્ચાઓ કંપનીનાં હિસાબોમાં નાંખીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનાં આક્ષેપો કરાયા છે.
GVK  CBI  FIR
  • મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડેવલોપમેન્ટમાં 705 કરોડ રૂપિયાના હેરફેરના આરોપમાં CBI દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
  • FIR માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ અને કેટલાક બીજા લોકોના નામ પણ નોંધવામાં આવ્યા હોવાનુંજાણવા મળ્યું છે.
  • જોકે અગાઉ વર્ષ ૨૦૧૫માં આવી જ રીતે દિલ્હી ઈન્ટરનેશનલનાં સંયુક્ત સાહસમાં ય્સ્ઇ સામે સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
  • GVK નાં કેસમાં કેટલીક ફરિયાદો મળી છે તેવી દલીલોને આધારે કંપની સામે FIR કરાઈ છે.
  • નોંધનીય છે કે, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ નામની જોઈન્ટ વેન્ચર કંપનીમાં ૧૩.૫ ટકાનો હિસ્સો મેળવવા અદાણી પ્રોપર્ટી સાથે કોર્પોરેટ જંગમાં પડેલી GVK વધુ એક મુશ્કેલીમાં મુકાઈ છે.
  • સૂત્રો મુજબ CBI પછી ED પણ મુંબઈ એરપોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કથિત મની લોન્ડરિંગ માટે GVK ગ્રૂપ સામે કેસ કરશે.
  • કેન્દ્રીય એજન્સીઓની તપાસથી ગ્રૂપમાં ફફડાટ ફેલાયો છે.
  • આ ઉપરાંત FIR ના જણાવ્યા મુજબ આરોપીઓએ 2012 થી 2018 ની વચ્ચે મુંબઈ એરપોર્ટના ડેવલેપમેન્ટના નામે ગોટાળો કર્યો હતો.
  • GVK ગ્રુપે એમઆઈએએલ (MIAL)ના સરપ્લસ ફન્ડમાંથી 395 કરોડ રૂપિયા તેની જ બીજી કંપનીમાં લગાવ્યા હતા.
  • MIAL મુંબઈ સ્થિત હોવા છતા સરપ્લસ ફન્ડને હૈદરાબાદની બેન્કોમાં રાખ્યું હતું.
  • તેની હેરા-ફેરી માટે બોર્ડ મીટિંગનો નકલી પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો.
  • તથા બીજા અને નકલી કોન્ટ્રાકટ બતાવીને 310 કરોડની હેરફેર કરવામાં આવી હતી.
  • AAI અને MIAL ની વચ્ચે 2006માં એગ્રીમેન્ટ થયો હતું કે મુંબઈ એરપોર્ટને MIAL ચલાવશે
  • તથા વાર્ષિક રેવન્યુના 38.7 ટકા AAI ને ફીસ તરીકે આપશે.
  • તો બાકીની રકમ એરપોર્ટ મોર્ડનાઈઝેશન, ઓપરેશન અને મેન્ટેનન્સમાં ખર્ચવામાં આવશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024