Ahmadabad
- અમદાવાદ (Ahmadabad) ની એક કિશોરીને યુવકો સાથે મિત્રતા રાખવી ઘણી ભારે પડી ગઈ.
- કિશોરીની પોતાની મહિલા મિત્રના પતિ દ્વારા અન્ય યુવકો સાથે મિત્રતા થઈ હતી.
- તો આ જ યુવકો મિત્રોએ યુવતીના ન્યુડ (Nude) ફોટા અને વીડિયો મેળવી કિશોરીના પિતા પાસે ખંડણી માંગવામાં આવી હતી.
- આ મામલે પોલીસે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે.
- અમદાવાદ (Ahmadabad) નાં સરદારનગર પોલીસે જીતુ અલિયાણી, નિકુંજ રાઠોડ, રોહિત ભાટિયાની ખંડણીના ગુનામાં ધરપકડ કરી લીધી છે.
- આ 3 આરોપીએ 16 વર્ષની કિશોરીના ન્યુડ (Nude) ફોટા અને વીડિયો મેળવી તેના પિતા પાસેથી 15 લાખની ખંડણી માંગી હતી.
- તથા જો રૂપિયા નહીં આપવામાં આવે તો તેમની સગીર દીકરીની ઈજ્જતને સોશિયલ મીડીયામાં વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.
- જે બાબતે સરદારનગર પોલીસને જાણ થતાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી ગુનાનાં મૂળ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.
- જો કે પોલીસને ખંડણી અને ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી.
- તથા પોલીસે તાપસ કરી કે આખરે આરોપી સુધી યુવતીના ફોટા પહોંચ્યા કેવી રીતે?
- તો આ અંગે આરોપીની પુછપરછ કરતાં સામે આવ્યુ કે જીતુ અલિયાણી સૌપ્રથમ સગીરાનો મિત્ર બન્યો હતો.
- ત્યાર બાદમાં નિકુંજ રાઠોડે સગીરાને ધમકી આપી કે સગીરાની 35 વર્ષના જીતુ સાથે મિત્રતા છે તે વાત તેના પરિવારને જાણ કરી દેશે
- અને તે ન કરવું હોય તો ન્યુડ (Nude) ફોટા અને વીડિયો મોકલવાની વાત કરી.
- જે ફોટા વીડીયો મળ્યા બાદ રોહિત ભાટીયા ફોટા અને વીડીયો સગીરાના પિતાને બતાવ્યા અને તે વાયરલ કરવાની ધમકી આપી 15 લાખની ખંડણી માંગી હતી.
- જો કે અમદાવાદ (Ahmadabad) ના સરદારનગર વિસ્તારમાં અગાઉ 7 મહિના પહેલાં જ આવી એક ઘટના બની હતી.
- જેમાં યુવતીના ન્યુડ ફોટો અને વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા જતા તે યુવતીએ આત્મહત્યા કરી હતી.
- તેથી પોલીસ અને પરિવારને એ વાતનો ડર હતો કે, સગીરા પોતાની બદનામીના ડરે કોઈ ખોટુ પગલુ ન ભરે,
- એકતરફ પોલીસે આરોપી ઝડપી ફોટા વાયરલ થતા અટકાવ્યા
- તો બીજી તરફ પરિવારે સગીરાને ખોટું પગલું ન ભરે તે માટે સાંત્વના આપી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News