ATS

  • ગુજરાતમાં પણ હવે ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્રની જેમ નકસલી નેટવર્કનો પગપેસારો થઇ ગયો છે અને તેઓ મોટુ ઓપરેશન પાર પાડવાના હતા
  • તથા પોલીસ અને સીઆરપીએફને નિશાન બનાવવાના હતા.
  • તેમજ તેમને નિશાન બનાવી હુમલો કરવાના હતા.
  • જો કે તેમના ઇરાદા પર ATS એ પાણી ફેરવી દીધું.
  • દેશમાં ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્રની જેમ હવે ગુજરાતમાં પણ નકસલીઓ ખુંખાર હુમલાની તૈયારીઓ કરી રહ્યાં હતાં.
  • જો કે તેમના ખતરનાક ઈરાદાઓ પાર પડે તે પહેલાં જ ATS એ ખુંખાર 3 નકસલીઓની ધરપકડ કરી લીધી છે.
  • ગુજરાત ATS ના હાથે ગુજરાતમાં પથ્થલગડી ચળવળ ચલાવવા માટે આવેલા ઝારખંડના ખૂંટી જિલ્લાના બે સહિત ત્રણ નકસલવાદી તાપીના વ્યારામાંથી ઝડપાઈ ગયા છે.
  • તથા તેમની પાસેથી નકસલી પ્રવૃત્તિની પત્રિકાઓ મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે.
  • નકસલીઓના ફોન ટ્રેસિંગમાં ચોંકાવનારી માહિતી મળી આવી છે.
  • આ સાથે ભારતમાં આદિવાસીઓ જ રહેશે બાકી કોઈ નહિ રહે તેવી પત્રીકાઓ પણ મળી આવી છે.
  • તેમજ તેમની વાતચીતમાં હથિયારોની માંગણી કરતા હોવાનું પણ ખુલ્યુ છે.
  • સામુ ઓરૈયા, બિરસા ઔરેયા અને બબીતા કછપ નામના ત્રણેય આરોપીઓ મૂળ ઝારખંડના રહેવાસી છે
  • અને ગુજરાતના વ્યારામાં આદિવાસી વિસ્તારોમાં સતિપતિ સંપ્રદાય પથ્થલગડી વિચારધારાઓનો પ્રચાર કરી હિંસક વાતાવરણ ઉભું કરી સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરતા હતા.
  • આ ત્રણ આરોપીઓ ઝારખંડમાં પણ વિવિધ ગુનાઓમાં ફરાર હતા.
  • તમને જણાવાનું કે, સતિપતિ સંપ્રદાયના અનુયાયીઓમાં હિંસક ઉશ્કેરણી કરે છે.
  • અને પથ્થલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે પૈસા એકત્રિત કરે છે.
  • તથા પથ્થલગડી આંદોલન પદ્ધતિ અપનાવી અને સ્થાનિક આદિવાસીઓને સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરીને મોટા હુમલા કરે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024