Mann Ki Baat
- PM નરેન્દ્ર મોદી આજે 67મી વખત મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમમાં દેશની જનતાને સંબોધી રહ્યા છે.
- સૌ પ્રથમ તેમણે કારગિલ યુદ્ધના 21 વર્ષ પુરા થવા અંગે આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે મન કી બાત (Mann Ki Baat) ના માધ્યમથી દેશવાસીઓ સાથે કોરોના વાયરસના વધી રહેલા ખતરા વિશે વાત કરી.
- મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાનો ખતરો ટળ્યો નથી.
- અનેક સ્થળો પર તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
- તેઓએ કહ્યું કે, આપણે કોરોના સંક્રમણને લઈ તમામ તકેદારી રાખવી પડશે.
- પીએમ મોદીએ આ દરમિયાન દેશવાસીઓની સરાહના કરી, જેમના પ્રયાસથી દેશમાં કોરોનાનો રિકવરી રેટ અન્ય દેશોથી સારો રહ્યો છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર પણ ઘણો ઓછો છે.
- વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચહેરા પ માસ્ક પહેરવો કે કપડું બાંધવું, બે મીટરનું અંતર રાખવું, સતત હાથ ધોવા, ક્યાંય પણ થૂંકવું નહીં, સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખવું- આ આપણા હથિયાર છે જેનાથી આપણે કોરોનાથી બચી શકીએ છીએ.
- PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપ સૌને માસ્ક પહેરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો હોય તો આપણે તે ડૉક્ટર, તે નર્સોને યાદ કરવા જોઈએ
- જે માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણા સૌના જીવનને બચાવવામાં પ્રયત્નશીલ રહે છે.
- PM નરેન્દ્ર મોદીએ Mann Ki Baat માં જણાવ્યું કે, છેલ્લા ઘણા મહિનામાં આપણા દેશે જે રીતે કોરોનાનો સામનો કર્યો છે, તે પ્રશંસનીય છે.
- આજે આપણા અહીયા કોરોનાથી મૃત્યુદર દુનિયાના અન્ય દેશો કરતા ઘણો ઓછો છે.
- એક પણ વ્યક્તિનું મોત દુઃખદ છે. પણ આપણે લોકોના મોત અટકાવ્યા છે.
- કોરોના આજે પણ એટલો ઘાતકી છે, જેટલો શરૂઆતમાં હતો.
- તેમજ વધુમાં જણાવ્યું કે, ચહેરા પર માસ્ક બે ગજનું અતર, ક્યાં થૂંકવું નહીં,આ વાતનું ધ્યાન રાખવાનું છે.
- આ જ આપણને કોરોનાથી બચાવી શકે છે.
- ક્યારેક ક્યારેક માસ્કથી આપણને તકલીફ થાય છે. એ વખતે કોરોના વોરિયર્સને યાદ કરો.
- તે કલાકો સુધી કીટ પહેરી રાખે છે.
- એક બાજુ આપણે કોરોનાથી લડવાનું છે, બીજી બાજુ વ્યવસાયને ઊંચાઈ પર લઈ જવાનો છે.
- વડાપ્રધાને આ ઉપરાંત કહ્યું કે, હવે લડાઈ માત્ર સરહદ પર જ નથી લડવામાં આવી રહી.
- દરરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લડવામાં આવી રહી છે.
- ક્યારેક આપણે એ વાતને પણ સમજ્યા વગર સોશિયલ મીડિયા પર એવી બાબતોને પ્રોત્સાહન આપી દઈએ છીએ કે આપણા દેશને ખૂબ નુકસાન કરી શકે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow