Shanidev

  • દરેક વ્યક્તિના જીવનમાં એકવાર સાડાસાતીનો સમય આવે છે.
  • વૈદિક જ્યોતિષવિદ્યામાં, શનિદેવ (Shanidev) ને કર્મફળ આપનાર દેવતા કહેવામાં આવ્યાં છે.
  • તે લોકોને તેમના કાર્યો અનુસાર સારા અને ખરાબ બંને ફળ આપે છે.
  • શનિદેવ (Shanidev) ફક્ત હેરાન કરતા ​​નથી, પરંતુ ખુશ હોય અને કુંડળીમાં સારા સ્થાને બીરાજેલ હોય તો જાતકનો ભાગ્યોદય કરી દેતા હોય છે.
  • રંકને રાજા બનાવી દેતા શનિદેવ (Shanidev) દેવોના દેવ છે.
  • જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિની સાડાસાતી અને મહાદશા ખૂબ કષ્ટદાયક હોય છે.
  • જ્યારે શનિની સાડાસાતી બેસે ત્યારે જાતકને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • તથા કામ બગડવાનું શરૂ થાય છે. નોકરી અને ધંધામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
  • તેમજ બીમારીઓ થવા લાગે છે.
  • ઘણી પરિસ્થિતિઓમાં શનિદોષ લાગતો હોય છે.
  • જ્યારે શનિ મેષ રાશિમાં હોય છે ત્યારે તેને નીર સ્થાનનો માનવામાં આવે છે.
  • શનિ જ્યારે દુશ્મન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પણ શનિ દોષ બનતો હોય છે.
  • આવી સ્થિતિમાં શનિ જાતકને ભારે પરેશાન કરે છે.
  • જ્યારે કુંડળીમાં દોષ શનિ સૂર્ય અને ચંદ્ર સાથે સંયોજન બનાવીને આવે છે ત્યારે શનિદોષ લાગે છે.
  • જ્યોતિષીય ગણતરીઓ મુજબ, જ્યારે ચંદ્ર રાશિમાંથી શનિ 12માં, પ્રથમ અને બીજા સ્થાનમાં હોય છે, તો તે સમયગાળો શનિની શનિ સાડાસાતી કહેવામાં આવે છે.
  • શનિદેવ (Shanidev) ન્યાયના દેવ છે, તેથી તેઓ ન્યાયના દેવતાની પદવી ધરાવે છે.
  • આવી પરિસ્થિતિમાં, જે લોકો અસહાય અને ગરીબોને મુશ્કેલી આપે છે તેની ઉપર શનિની વક્રી નજર હોય છે.
  • તેમજ શનિ તુલા રાશિમાં ઉચ્ચ અને મેષ રાશિમાં નીચનો હોય છે.
  • કુંડળીમાં શનિની મહાદશા 19 વર્ષની હોય છે.
  • શનિ બધા ગ્રહો કરતા ધીમી ગતિએ આગળ વધે છે.
  • તેઓ એક રાશિથી બીજી રાશિમાં જાય ત્યાં સુધી અઢી વર્ષનો સમય લાગે છે.
  • આવી સ્થિતિમાં શનિ કોઈ પણ રાશિ પર સાડા સાત વર્ષ સુધી રહે છે.
  • તો આ સમયે શનિ મકર રાશિમાં છે. આવી સ્થિતિમાં શનિ ધન, મકર અને કુંભ રાશિમાં શનિની સાડાસાતી છે.
  • તેમજ શનિની સાડાસાતી ત્રણ તબક્કામાં હોય છે.
  • પ્રથમ તબક્કામાં શનિની સાડાસાતી ખૂબ પીડાદાયક હોય છે.
  • બીજા તબક્કાની સાડાસાતીમાં વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને છેલ્લી સાડાસાતી પણ સારી માનવામાં આવતી નથી.
  • સાડાસાતી ચાલતી હોય તે જાતક ગમે તેટલી મહેનત કરે નસીબ સાથ આપતું નથી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024