Unlock
- 31મી જુલાઈ, શુક્રવારના રોજ કોરોના વાઈરસના કહેર પછી જાહેર કરાયેલું અનલૉક-2 પૂરું થઈ રહ્યું છે.
- તો વૈશ્વિક મહામારી સરકાર કોરોના વચ્ચે Unlock 3ની તૈયારીઓ કરી રહી છે.
- આ Unlock 3માં જિમ અને થિયેટરો શરુ થવાની શક્યતા જોવાઈ રહી છે.
- સિનેમા હોલના સંચાલકો માટે 25 ટકા સીટો સાથે થીએટર ખોલવા માટેની પરવાનગી આપવામાં આવી શકે છે.
- જો કે, સરકારના આ નિર્ણયના લીધે સંચાલકોમાં થોડી નારાજગી દેખાઈ રહી છે.
- સંચાલકો 50 ટકા સીટો સાથે શરૂ કરવા માટે સહમત છે.
- તથા 25 ટકામાં નુકશાન વધુ થશે તેવું સંચાલકો માની રહ્યા છે.
- આ કારણે ગુજરાતમાં આ એક મોટી મુશ્કેલી ઉભી થાય તો નવાઈ નહીં.
- તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 200 થિયેટરો હાલ પાંચ મહિનાથી સંપૂર્ણ બંધ છે.
- જો કે, અનલોક 3માં થિયેટરો ખોલવા ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાવી દેવામાં આવ્યો છે.
- સિનેમા હૉલ માલિકો 50% ટિકિટ વેચાણ કરીને થિયેટરો શરૂ કરવા તૈયાર છે,
- પરંતુ સરકાર ફક્ત 25% ટિકિટ વેચાણ સાથે મંજૂરી આપવા માંગે છે.
- જોકે, દેશના અનેક સિનેમા હૉલ માલિકો 25% ક્ષમતા સાથે થિયેટરો ખોલવા તૈયાર નથી.
- સૂત્રો મુજબ, કેન્દ્ર સરકાર ઓગસ્ટથી અનલૉક-3ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપી શકે છે.
- ખાસ કરીને અનલૉક-3માં મલ્ટિપ્લેક્સ, સિંગલ સિનેમા હૉલ અને જિમ ખોલવાની મંજૂરી મળી શકે છે.
- પરંતુ Unlock 3માં દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે.
- જો કે, 27મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવી હતી.
- જેમાં વધતા કેસો અને Unlock 3 અંગેની ચર્ચા થશે.
- તેમજ 31મી જુલાઇએ અનલોકનો બીજો રાઉન્ડ પૂરો થઇ રહ્યો છે ત્યારે આગામી રણનીતિ અંગે પણ વિચારણા થઇ શકે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow