BJP
- BJP ના નવા પ્રદેશ પ્રમુખ CR પાટીલે પદભાર સંભાળ્યો ત્યાંથી જ BJP સંગઠનના નેતાઓએ પાટીલની આગળ પાછળ ફરવાનું શરુ કરી દીધું છે.
- CR પાટીલે ચાર્જ સંભાળ્યો ત્યારે જ એ વાત સ્પષ્ટ કરી હતી કે જે કામ કરશે અને સંગઠનને જરૂરિયાત હશે એવા તમામને સ્થાન આપવામાં આવશે.
- આ સાથે જ કેટલાકના પત્તા કપાશે આવા સમયે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સાથે જ હોદ્દો મેળવવા માટે પાટીલ અને તેની ટીમની આસપાસ ફરવા માંડ્યા છે.
- સુત્રો મુજબ આગામી 10 થી 12 દિવસમાં સંગઠન માં ફેરબદલ કરી દેવામાં આવનાર છે.
- તો હાલમા સંગઠનના કેટલાક નેતાઓના પત્તા કપાવાના છે.
- જો કે, એવા નેતાના સ્થાન જોખમમાં છે કે જેણે અત્યાર સુધી કામ નહિ પરંતુ જી હુજુરી જ કરી છે.
- સુત્રો જણાવી રહ્યા છે કે થોડા દિવસ અગાઉ પાટીલે એક બેઠક યોજી હતી જેમાં કેટલાક પદાધિકરિઓએ સૂચનો કર્યા હતા.
- પાટીલ સમક્ષ સૂચનો આવતા તુરંત જ જવાબદારી સોપવાની વાત કરતા એ નેતાઓ અવાક બની ગયા હતા.
- અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે માત્ર સૂચનો મંગાવવામાં આવતા અને એ સૂચન પર કેવી રીતે કામગીરી કરવી તેને લઈને મનોમંથનમાં દિવસો નીકળી જતા હતા.
- તો હવે ત્વરિત કામગીરી હાથ પર લેવી પડી રહી છે.
- પાટીલે પદાધિકારીઓને એ પણ સુચના આપી કે આગામી સમયમાં આવનારા કોર્પોરેશન અને 2022 ની ચુંટણી પર ફોકસ કરવામાં આવે.
- તેમજ હાલ પેટા ચુંટણી પર એટલું પણ ધ્યાન ના આપવું કે અન્ય કામગીરી અટકી પડે.
- પાટીલ માની રહ્યા છે કે જે બેઠકો પર પેટા ચુંટણી છે તે એક પણ બેઠક ભાજપને ગુમાવવાની નથી
- જો જીત મળે તો એ બેઠકો ભાજપ માટે નફા સમાન હશે.
- આમ ત્વરિત નિર્ણય ના કારણે કેટલાક નેતાઓને આ સ્ટાઈલ પસંદ પડતી નથી.
- કેટલાક મહામંત્રીઓ, ઉપાધ્યક્ષો અને પ્રદેશ મંત્રી સાથે જ મોરચાના નેતાઓની ખુરસી જઈ શકે છે.
- જેથી પોતાના સોગઠા ગોઠવવા માટે અત્યારથી જ એ નેતાઓએ કસરત શરુ કરી દીધી છે
- ત્યારે જોવું રહ્યું કે ટીમ પાટીલમાં કોને સ્થાન મળે છે અને કોની ખુરસી જોખમાય છે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
