પરિણીતાને Facebook પ્રેમ પડ્યો ભારે, યુવતી બની હવસનો શિકાર

પોસ્ટ કેવી લાગી?

Facebook

 • સુરતની અડાજણની પરિણીતાને અમદાવાદના ફેસબુક (Facebook) ફ્રેન્ડે પ્રેમજાળમાં ફસાવી પોતાની હવસનો શિકાર બનાવી હતી.
 • અમદાવાદના ફેસબુક ફ્રેન્ડે કુંવારો હોવાનું અને લગ્ન કરવાની લાલચ આપી સુરતના પરિણીતા ઉપર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ મહિલાએ ખટોદરા પોલીસમાં નોંધાવી છે.
 • જો કે, સુરતની પરિણીતાને ફસાવી શારીરિક સંબંધ બાંધ્યાના બીભત્સ ફોટો આ અમદાવાદના યુવકની પત્નીના હાથમાં આવી ગયા હતા.
 • તો તેની પત્નીએ સુરતની પરિણીતાના પતિને આ ફોટો મોકલી આપતાં પતિએ સુરતની પરિણીતાને કાઢી મૂકી હતી.
 • સુરતના અડાજણ વિસ્તારની પરિણીતા સાથે ફેસબુક (Facebook) પર મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી અલથાણ વિસ્તારની હોટલમાં અંગત પળો માણી.
 • અંગત પળો માણતી વખતે મોબાઇલમાં ફોટા ક્લીક કર્યા હતા.
 • પરંતુ પોતે પરિણીત હોવાનું છુપાવનાર અમદાવાદના યુવાનના આડા સંબંધની જાણ તેની જ પત્નીને થઇ ગઈ.
 • તથા આ જાણ થઈ જતા અંગત પળોના ફોટા પરિણીતાના પતિને મોકલી આપતા મામલો ખટોદરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
 • સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી પરિણીતા કે જે 2 સંતાનની માતા છે.
 • પરિણીતા પર બે વર્ષ અગાઉ અધ્યાય પ્રવિણ સોની જે મૂળ પાલડી-વાસણા, અમદાવાદનો રહેવાસી છે એ ફેસબુક પર ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલાવી હતી
 • તેમજ મેસેન્જર પર વારંવાર મેસેજ કરતો હતો.
 • જોકે પરણિતાએ તેને ક્યારેય રિપ્લાય આપ્યો ન હતો.
 • પરંતુ લોકડાઉન દરમિયાન તેના પતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાને કારણે અધ્યાય સાથે મેસેન્જર પર વાતચીત કરવાનું શરૂ કર્યુ હતું.
 • ત્યારબાદ બંન્ને જણાએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.
 • તો ફેસબુક પર વાતચીત દરમિયાન અધ્યાયે પોતે કુંવારો છે એમ કહી મહિલાનેને લગ્ન કરવાની લાલચ આપી સુરત મળવા આવ્યો હતો
 • અને અલથાણની ઉત્સવ બેંકવેટ મેસીમો બિલ્ડીંગની હોટલમાં રોકાયા હતા.
 • બંન્ને વચ્ચે એક જ દિવસમાં ત્રણથી ચાર વખત શરીર સંબંધ બંધાયો હતો.
 • આ દરમ્યાન અધ્યાયે બંન્ને વચ્ચેના અંગત પળોના ફોટા મોબાઇલમાં ક્લીક કરી લીધા હતા.
 • જોકે અધ્યાયના પરસ્ત્રી સાથેના આડા સંબંધની જાણ તેની પત્નીને આવી જતા મોબાઇલમાં ક્લિક કરેલા ફોટા સુરતની પરણિતાના પતિને મોકલી આપ્યા હતા.
 • પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કંકાશ અંતર્ગત મહિલાના પરપુરૂષ સાથેના અંગત પળોના ફોટા જોઇ પતિ ચોંકી ગયો હતો અને તેને ઘરમાંથી કાઢી મુકી હતી.
 • મહિલાએ અધ્યાય વિરૂદ્ધ ખટોદરા પોલીસ મથકમાં પોતે પરિણીત હોવા છતા કુંવારો હોવાનું અને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
 • ફેસબુક (Facebook) થી પાંગરેલ મિત્રતા અને પ્રેમનો અંત પોલીસનો ફેસ જોવાથી હવે થયો છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures