fire safety
- અમદાવાદ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે અને રાજ્યમાં તમામ હોસ્પિટલમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
- કોવિડ ડેડીકેટેડ અને અન્ય હોસ્પિટલમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
- જેથી આગામી સમયમાં હવે ફાયર સેફ્ટી (fire safety) ને લઈ વિશેષ ચકાસણી હાથ ધરાશે.
- હોસ્પિટલમાં ફાયરના સાધનો અંગે સરકારે તપાસના આદેશ આપતા હોસ્પિટલ સત્તાધીશોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
- ફાયરની સુવિધાઓ ન ધરાવતી હોસ્પિટલોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
- અમદાવાદમાં નવરંગપુરામાં આવેલી કોરોનાની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી.
- શ્રેય હોસ્પિટલને ફાયર સેફ્ટી (fire safety) નું સર્ટીફિકેટ મળ્યું નહોતું.
- તેમ છતાં વગર ફાયરસર્ટીએ AMC એ કોવિડ હોસ્પિટલ બનાવવાની પરમિશન આપી હતી.
- ત્યારબાદ આ ઘટનામાં ફાયર સેફ્ટી મુદ્દે પણ આજે વધુ એક મોટો ખુલાસો થયો છે.
- 2100 મોટી હોસ્પિટલ વચ્ચે માત્ર 91 ફાયર NOC હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
- આ માહિતી સામે આવતા કાયદો માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
- તેમજ રાજકોટમાં આવેલી તમામ કોવિડ 19 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી (fire safety) ની ચકાસણીના આદેશ આપી દેવામાં આવ્યા છે,
- તો આ સાથે શહેરની 16 ખાનગી હોસ્પિટલોમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યો છે.
- તેમજ સાંજ સુધીમાં સમગ્ર આ રિપોર્ટ રજૂ કરવા માટે જણાવાયું છે.
- તમને જણાવાનું કે, ભાવનગરમાં કોવિડ માટે 13 હોસ્પિટલ રાખવામાં આવી છે.
- 13માંથી 7 હોસ્પિટલમાં ફાયરની NOC નથી.
- જેના કારણે ફાયર ઓફિસરે શહેરની 7 ખાનગી હોસ્પિટલોને નોટિસ આપી છે.
- તો 13 હોસ્પિટલમાંથી 6 હોસ્પિટલમાં ફાયર સેફટી (fire safety) ની સુવિધાઓ છે.
- બાકીની હોસ્પિટલોમાં ફાયરના અપૂરતા સાધનો હોવાનું ચીફ ફાયર ઓફિસરે જ સ્વીકાર્યું છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow